આજનો વિષય છે તાંબેકરનો વાડો અને એના વિષેની અવનવી વાતો!

ગુજરાત સાંસ્કૃતિક વારસા ની અદભુત દેન ધરાવે છે અને આવા ગુજરાત ની કલાનગરી તરીકે ઓળખાતું શહેર એટલે આપણું પોતાનું વડોદરા. સયાજીરાવ ગાયકવાડ ના સમય થી વડોદરા એ કલા ક્ષેત્રે, સાંસ્કૃતિક વારસા ક્ષેત્રે અને સાહિત્ય ક્ષેત્રે પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. ચાલો ચિત્ર કલા ક્ષેત્રે જેણે પોતાનું યોગદાન આપ્યું છે, એવા જ વડોદરા ના એક સ્થળ ની મુલાકાત લઈએ. આ સ્થળ બીજું કોઈ નહીં પણ તાંબેકરનો વાડો છે.


તાંબેકરનો વાડો અને એના બાંધકામ વિશે ની વાતો

તાંબેકરનો વાડો વડોદરાના રાવપુરા વિસ્તારના તાંબેકરના ખાંચામાં આવેલો છે. અહીં ૩ માળનું લાક્ષણિક મરાઠા મકાન આવેલું છે. આ ઇમારત લગભગ ૧૪૦ કરતા પણ વધારે વર્ષો જૂની છે. અહીં ૧૯મી સદીના સમયના ભીંતચિત્રો આવેલા છે.

આમ તો આ ૪ માળની લાંબી ઇમારત ફેશનમાં બનાવામાં આવી છે. વડોદરા રાજ્ય ના દીવાન તાંબેકરનું આ ભૂતપૂર્વ નિવાસસ્થાન હતું. તાંબેકર તે સમયમાં વડોદરા રાજ્ય ના વહીવટી તંત્ર ની જવાબદારી સંભાળતાં હતા. આ જૂની બનાવટનું કહી શકાય એવી ઇમારત નો પહેલો અને બીજો માળ શ્રેષ્ઠ ભીંતચિત્રો થી સજ્જ છે. પહેલા અને બીજા માળ પર આવેલા આ ભીંતચિત્રો ૧૭મી-૧૮મી સદી જેટલા જુના માનવામાં આવે છે.


તાંબેકરનાં વાડાના ભીંતચિત્રો અને તેનો ઇતિહાસ

૧૯મી સદીના શરૂઆત ના સમયમાં તૈયાર થયેલા ભીંતચિત્રો લોકો ના જીવન દર્શાવતું મહાકાવ્ય રજૂ કરે છે. ચિત્રો પોલી ક્રોમમાં તૈયાર કરવામાં આવ્યા છે. ૧૯મી સદીના ચિત્રો મરાઠા શૈલી ના છે.

ભારતના પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા મોટા ભાગની પેઇન્ટિંગ્સ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ કેમિકલ ટ્રીટમેન્ટ માટે હજી પણ આ ભીંતચિત્રો નો આધાર રાખે છે. અહીંના ભીંતચિત્રોમાં બાલકૃષ્ણ, કૃષ્ણલીલા, કૃષ્ણ અને ગોપીઓની રાસલીલા, અને બાલ ગણેશ દ્રશ્યમાન થાય છે. આ ઉપરાંત બ્રિટિશ-મરાઠા ના યુદ્ધ ના ચિત્રો પણ અહીં દ્રશ્યમાન થાય છે.

ભારતીય પુરાતત્વ વિભાગ ના જણાવ્યા મુજબ તાંબેકર વાડા ના ચિત્રો વર્ષ ૧૮૭૪ માં બનાવવામાં આવ્યા છે. પહેલા થી ત્રીજા માળ સુધી વાડા માં ૩૦૦ ચિત્રો નો સમાવેશ થાય છે. અહીં માત્ર દીવાલ પર ચિત્રો છે એવું નથી, બારણું અને બારણાં ના ચોકઠાં પર પણ ચિત્રો છે. અહીં જાળી અને લાકડા પરનું કોતરણીકામ બહુ જ સુંદર ઉઠાવ આપે છે.

હાલ માં ઇમારત ની પાછળ ની દીવાલ જર્જરિત હાલતમાં છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેની મરામત કરવાની યોજના ઘડી રહ્યા છે.

જો તમે કલાપ્રેમી છો તો આટલા સુંદર ભીંતચિત્રો તમે નહીં જોયા હોય એવું નહીં બને. ભીંતચિત્રો ના જોયા હોય તો અમારી પોસ્ટ વાંચી જરૂર થી મુલાકાત લેજો. આવી જ નવીનત્તમ માહિતી મેળવવા માટે જોડાયેલા રહો અમારા પેજ સાથે.

About the author

Deep Shah