સુરતથી વડોદરા: સફરના આહદલક અનુભવ માટે ધ્યાન રાખવા જેવી બાબતો

સુરત અને વડોદરા ગુજરાતના બે મુખ્ય શહેરો છે. બંને શહેરો પોતાના ત્યાં થયેલા સ્થપાયેલા ઉદ્યોગો માટે જાણીતા છે. એટલે વ્યાપાર ધંધા અર્થે બંને શહેરો વચ્ચે લોકોની અવર જવર હોવી સ્વાભાવિક બાબત છે. અમારા લેખ, સુરતથી વડોદરા: સફરના આહદલક અનુભવ માટે ધ્યાન રાખવા જેવી બાબતો માં અમે તમને બતાવીશુ, કે કઈ રીતે તમે સફરનો યોગ્ય આયોજન કરી, સફરનો આનંદ માણી શકો છો.

વડોદરાથી સુરત: બસ અથવા તો તમારા પોતાના વાહન દ્વારા મુસાફરી

વડોદરા થી સુરત જવા માટે, બસ એક યોગ્ય માધ્યમ છે. બસમાં તમે તમારો વ્યાપારલક્ષી સામાન સારી રીતે મૂકી શકો છો. ઉપરાંત, રસ્તા સારા હોવાના લીધે તેમજ વચ્ચે આવતા વિવિધ ફરવાલાયક સ્થળોના લીધે બસ અથવા પોતાની ગાડી લઈને જવું વધારે હિતવાહ છે. વડોદરા બસ સ્ટેશનથી નીકળી તમે જેમ હાઈવે ઉપર પહોંચશો, એટલે ચાલુ થશે હરિયાળીની શરૂઆત. ઠેર ઠેર આવતા ગામડાઓ અને ત્યાંના નયનરમ્ય દ્રશ્યો.

વડોદરાથી આગળ નીકળી પોર પહોંચી તમે બળિયાદેવના દર્શન કરી શકો અને ત્યાંના ચટાકેદાર નાસ્તાનો આનંદ પણ માણી શકો છો. આગળ કરજણ આવશે અને ત્યાં થી તમે ભરૂચ પહોંચશો. ભરૂચની વિવિધ પ્રકારની ખારી સીંગ નું સ્વાદ પણ માણવા જેવું છે. આમને આમ ખાતા પીતા તમે ક્યારે સુરત પહોંચી જશો, એની તમને ખબર નહિ પડે. અને પછી માણી શકો છો રંગીલી નગરી સુરતની મોજ.


વડોદરાથી સુરત: ટ્રેનની મુસાફરી

તમને વડોદરાથી સુરત જવા ઢગલાબંધ ટ્રેનો મળી શકે છે. કિન્તુ, એક્સપ્રેસ ટ્રેનમાં જવા કરતા, અમે તમને લોકલ ટ્રેનમાં જવા માટે કહીશુ. નાના નાના સ્ટેશન જોવાનો લ્હાવો કાંઈક જુદો જ હોય છે. જે તમને એક્સપ્રેસ ટ્રેનની ઝડપમાં ક્યારેય જોવા નહિ મળે. ધીમે ધીમે ખેતરો વચ્ચેથી ગાડી જતી હોય. રસ્તામાં આવતી મિલો, કંપનીઓ, ઢોર ઢાંખર અને કુદરતની કરામાંતો. આ બધાની વચ્ચે સુરત ક્યાં આવી જશે, એની તમને ખબર પણ નહિ પડે.

તથા, જયારે ઈચ્છા થાય ત્યારે તમે સ્ટેશન પર ચા ની ચુસ્કી પણ માણી શકો. અને વચ્ચે આવતા સ્ટેશન પર મળતા નાસ્તાનો પણ આસ્વાદ માણી શકો છો. ટ્રેનમાં જોકે તમે ઓછા સામાન સાથે જાઓ તો જ વધારે હિતવાહ છે. નહીંતર, સામાન ચડાવવા ઉતારવામાં જ તમે થાકી જશો.

ગમ્યું તમને આ વડોદરાથી સુરતનો આ સફર? તો આવતી વખતે જતા આ વસ્તુઓ માણવાની ચુકતા ના. મળીશુ ફરી, એક નવા સફર સાથે, એક નવા લેખમાં. ત્યાં સુધી જોડાયેલા રહો, તમે અમારી સાથે.

About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!