સયાજીબાગ : પશ્ચિમ ભારત માં આવેલો સૌથી મોટો બગીચો

હા, તમે સાચું વાંચ્યું પશ્ચિમ ભારત માં આવેલો સૌથી મોટો બગીચો વડોદરા માં આવેલો છે. અને આ બગીચો એટલે આપણું કમાટીબાગ. કમાટીબાગ કે જે સયાજીબાગ તરીકે પણ ઓળખાય છે. જે વડોદરા ના રાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવ્યો હતો. વડોદરાવાસીઓ ના હૃદય માં સ્થાન પામેલો આ બગીચો ૧૮૭૯ માં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ બગીચો ૧૧૩ એકર જેટલા વિશાળ વિસ્તાર માં ફેલાયેલો છે. અહીં ૯૮ પ્રકાર ના ઝાડ આવેલા છે. જેમાંના કેટલાક ઝાડ એવા છે જે બીજે ક્યાંય જોવા મળતા નથી. અહીં બે સંગ્રહાલય, એક કુત્રિમ નભોમંડળ (પ્લેનેટોરિયમ) અને માછલી ગૃહ પણ આવેલું છે. જુદા જુદા પ્રકારના ફૂલો થી ઘેરાયેલું ‘ફ્લોરલ ક્લોક’ અહીંનું ખાસ આકર્ષણ છે. આ ઘડિયાળ નો વ્યાસ ૨૦ ફિટ જેટલો છે.

સયાજીબાગ એટલે કે કમાટીબાગ ના ૩ પ્રવેશદ્વાર છે. પહેલો અને મુખ્ય દ્વાર કાલા ઘોડા પાસે છે. આ ગેટ રેલવે સ્ટેશન થી માત્ર ૮૦૦ મિત્ર દૂર છે અને બસ સ્ટેશન થી પણ કૈક આટલું જ અંતર છે. સયાજીબાગ નો ત્રીજો ગેટ રાણા પ્રતાપ ચોકડી પાસે છે. અને બીજો દરવાજો, પહેલા અને ત્રીજા દરવાજા ની વચ્ચે ક્યાંક છે.


બરોડા મ્યુઝીયમ અને પિક્ચર ગેલેરી

મ્યુઝીયમ નું બાંધકામ ૧૮૭૪ માં થયેલું છે. આ મ્યુઝીયમ લંડન ના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝીયમ ને મળતું આવે છે. અહીંની ઇમારત નું માળખું મેજર મંટ અને આર.એફ.ચીઝલોમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝીયમ માં કળા, શિલ્પો અને નૃવંશ વિજ્ઞાન ને લાગતું સંગ્રહ થયેલું છે. પિક્ચર ગેલેરી માં ભારતના અને ભારતની બહાર ના ચિત્રો નો સંગ્રહ છે.


સરદાર પટેલ પ્લેનેટોરિયમ

પ્લેનેટોરિયમ સયાજીબાગ ના મુખ્ય દરવાજા પાસે આવેલું છે. અહીં જાહેર જનતા માટે શો રહેતો હોય છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ ખાસ શો ની વ્યવસ્થા કરી આપતા હોય છે. પ્લેનેટોરિયમ દર્શકોને જુદા જુદા ગ્રહો અને તારાઓ ની માહિતી આપવા સક્ષમ છે. વચ્ચે એના પુનઃબાંધકામ અર્થે થોડા સમય બંધ રહ્યું હતું પણ હવે ચાલુ છે.


ટોય ટ્રેન

પહેલા જૂની ટોય ટ્રેન હતી, જેનો ટ્રેક ૧૦ ઇંચ જેટલો પહોળો હતો. અને ૩.૫ કિમી ની ઝડપ આપતી હતી. રાજવી પરિવાર દ્વારા બાળકોને અપાયેલી ઉત્તમ ભેટ હતી. આ નાનકડી ટ્રેન માં બેસી બાળકો દરેક ગાર્ડન ને નિહાળવાનો લ્હાવો લઇ શકતા હતા.

ત્યારબાદ, હવે નવી ટ્રેન આવી છે. આ ટ્રેન ની મુખ્ય ખાસિયત તો એ કે આ ટ્રેન માં નાના થી મંડી ને મોટા સુધી દરેક જણ બેસી શકતા. આ ટ્રેન જૂની ટ્રેન કરતા થોડી મોટી છે. આ તારીં માટે સ્વામી વિવેકાનંદ નામનું સ્ટેશન બનાવવામાં આવ્યું છે જ્યાંથી, ટિકિટ લઇ ટ્રેન માં બેસી શકાય એમ છે. ટ્રેન નો સમય સવાર ના ૧૦ થી રાત ના ૧૦ સુધીનો હોય છે. અઠવાડિયામાં એક વાર ગુરુવારે આ ટ્રેન બંધ રાખવામાં આવે છે. ટ્રેન ની આ ૨૦ મિનિટ ની યાત્રા માં ટ્રેન માં બેસેલા દરેક ને વડોદરા ના ઇતિહાસ ની અને કમાટીબાગ ની માહિતી વક્તા દ્વારા આપવામાં આવે છે.


પ્રાણીસંગ્રહાલય, પક્ષીઘર અને જળચરગૃહ

કમાટીબાગ નું પ્રાણીસંગ્રહાલય વિશ્વામિત્રી ના બંનેવ કિનારા પર આવેલું છે. અહીં ૧૬૭ પ્રકારના ૧૧૦૩ જેટલા પ્રાણીઓ આવેલા છે. એશિયાઈ સિંહો અહીંનું મુખ્ય આકર્ષણ છે.

અહીંના પક્ષીઘર બહુ જ બધા પક્ષીઓ ને સમાવી લેવામાં આવ્યા છે. જળચર ગૃહ માં ૪૫ પ્રકારની માછલીઓ ઉપલબ્ધ છે.


ફ્લોરલ ક્લોક

કમાટીબાગ માં આવેલું ફ્લોરલ ક્લોક ગુજરાત માં પહેલ-વહેલું છે. ૨૦ ફિટ ના વ્યાસ વાળું આ ઘડિયાળ કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો ધરાવે છે. આ ક્લોક ને કુદરતી રૂપ આપવામાં આવ્યું છે. ક્લોક ની મશીનરી જમીન ની અંદર થી કરવામાં આવી છે.


આવી જ નવીનત્તમ માહિતી મેળવવા જોડાયેલા રહો અમારી સાથે.

About the author

Deep Shah