રસલપુર: વડોદરાના યુવાન હૈયાઓને આકર્ષતું સ્થળ

રસલપુર, જગ્યાનું નામ સાંભળતા જ એક દ્રશ્ય આપણી આંખો સમક્ષ ઉભરી આવે છે. નાની ટેકરીઓ વચ્ચેથી પસાર થતી મહી નદી અને કળકળ કરતુ વેહ્તું પાણી, ઘડી ભર માટે સમયને થોભી રાખે છે. વડોદરામાં રહેતા દરેક પ્રેમી પંખીડાઓએ ઓછામાં ઓછા એક વખત તો આ જગ્યાની મુલાકાત લીધી જ હશે. ઓછામાં વધતું, આજકાલ એડવેન્ચર કેમ્પનો જ્યારે રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે નાના છોકરાઓ માટે પણ ત્યાં ઘણું બધું મળી શકે છે.

રસલપુર: એક નજર ત્યાંની ખાસિયતો પર

વડોદરાથી ૩૫ કિલોમીટર દૂર, સાવલી તાલુકામાં લાંચ્છનપુરામાં ગામમાં આવેલ, ‘રસુલપુર (Rasulpur)’ જે ‘રસલપુર(Rasalpur)’ તરીકે વધારે વિખ્યાત છે. વડોદરા અને આનંદની વચ્ચોવચ્ચ આવેલું આ સ્થળ, ઘણા યુવાન હૈયાઓને આકર્ષે છે. અહીંયા એકાંતની પળો માણવી સેહલી છે. શાંત વાતાવરણમાં એકબીજાના નેત્રોમાં નેત્ર પરોવી, દુનિયાના બધા દુઃખો ભૂલી, પોતાના પ્રિયજનનું હાથ પકડી બેસી રેહવું કોને ના ગમે?

આજકાલ જયારે સોશ્યિલ મીડિયા સાઇટ્સ ઉપર ફોટોગ્રાફ્સનો ચલણ વધ્યો છે, ત્યારે ફોટોગ્રાફરો પણ ખુબ પ્રમાણમાં ત્યાં પોતાની કારીગરી બતાવવા આવે છે. આમ, રસલપુર આપણા બધા માટે કંઈક ને કંઈક સાચવીને રાખે છે.

જવાનો ઉત્તમ સમય


આ બધું વાંચ્યા પછી જવાની ઈચ્છા થઈને તમને? રસલપુર બારેમાસ પ્રવાસીઓને આકર્ષે છે. કિન્તુ, ચોમાસામાં જયારે મહી નદી એના ઉફાન પર હોય, ત્યારે ત્યાં જવું હિતવાહ નથી. ‘દરેક ખુબસુરત વસ્તુ ખતરનાક હોય’ એવું જાણે કુદરતનું નિયમ હોય, એમ રસલપુરમાં પણ બેદરકારી પૂર્વક વર્ણન કરનારાની મૃત્યુ થઇ હોય, એવા પણ કિસ્સા છે. એટલે, શિયાળામાં દિવાળી પછી જયારે નદી શાંત થઇ ગઈ હોય, ત્યારથી લઈને જૂનમાં ચોમાસુ ચાલુ થાય, ત્યાર સુધી તમે રસલપુર જઈ શકો છો.

રસલપુર કઈ રીતે પહોંચશો?


આમ તો પોતાની ગાડી લઈને જવું વધારે સારું રહેશે. કિન્તુ, અમુક લોકોને ઓળખીતા પકડી ના લે, એની બીક હોય તો પણ તમારી પાસે ઘણા વિકલ્પો ખુલ્લા છે જ.

Rasulpur

૧. બાઈક અથવા કાર દ્વારા: વડોદરાની દુમાડ ચોકડી પાર કરી સાવલી પહોંચો. સાવલીથી ૫ કિલોમીટર આગળ આવશે લાંછનપુર ગામ. એ ગામના હૈયામાં વસ્તુ સ્થળ એટલે રસલપુરમાં તમે પહોંચી જશો. ગાડી થોડી દૂર મૂકી, થોડું ચાલવું પડશે અને નદીનું પટ થોડા જ સમયમાં , એના મધુર સંગીત સાથે તમારું સ્વાગત કરશે.

૨. છકડા કે બસમાં: સાવલી તાલુકામાં કૉલેજો પણ ઘણી છે. એટલે, પોતાનું સાધન ના હોય, તોય તમે સહેલાઇથી ત્યાં પહોંચી શકો છો. છકડા, બસ અને જીપ પૂરતા પ્રમાણમાં તમને મળી રહેશે. એમાં સાવલી અને સાવલીથી રીકક્ષામાં તમે રસલપુર પહોંચી શકો છો. આમ વડોદરાથી માત્ર ૪૦ – ૪૫ મિનિટના સમયમાં તમે રસલપુર પહોંચી ત્યાંના નયનરમ્ય દ્રશ્યોનું આનંદ માણતા હશો.

તકેદારી રાખવા જેવી બાબતો


ઉપર જેમ કીધું એમ, દરેક ખુબસુરત વસ્તુ ખતરનાક હોય છે. એટલે આપણે ત્યાં જતા અમુક વસ્તુઓ મગજમાં ભરાવી લેવી અત્યંત જરૂરી છે. જેમ કે:

Rasalpur

૧. અજાણ્યા પાણીમાં ઉતરવું નહિ: આ ખુબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. નદીના પટમાં રેતી છે અને ક્યાં કેટલી ઊંડી છે, એ ખાલી અંદર વહેતી માછલીઓને ખબર હોય. એટલે આપણે પાણીમાં વધારે ઊંડે સુધી ના જવું જોઈએ.

૨. કેફી પદાર્થોનું સેવન ટાળો: આ અત્યંત જરૂરી છે. નદી જેવી પવિત્ર જગ્યા પર આવી, આવા દુષ્કૃત્યો કરવા એ નદીનું અપમાન ગણાય. તથા, નશામાં ક્યારે તમે પાણીમાં પડી જાઓ એનું પણ ધ્યાન ના રહે.

૩. સભ્યતા જાળવો: પ્રેમી પંખીડાઓ માટે ખાસ ધ્યાન દેવા જેવી વસ્તુ છે. ત્યાં, ઘણા બધા લોકો હોય. નાના બાળકો પર તમારી અશ્લીલ હરકતોનું ખુબ જ ગંભીર પરિણામ પડે છે. એટલે, ત્યાં પ્રેમ કરવો કિન્તુ શરમ રાખીને કરશો તો વધારે સારું રહેશે.
રસલપુર જવું તમને એક આહદલક અનુભવ આપશે, જે તમે જીવનભર ક્યારેય નહિ વિશરી શકો. ભલે પછી તમે તમારા મિત્ર સાથે ગયા હોય, પ્રિયજન સાથે કે બાળકો સાથે. આ જગ્યા, સંભારણાઓ બાંધવા માટેનું એક ઉત્તમ સ્થળ છે. બસ, એટલું ધ્યાન રાખજો કે ખોટી મસ્તી કરવામાં એકબીજાને નુકસાન ના પહોંચાડી દેતા. બાકી, જીવનમાં ઉતાર ચડાવ તો આવતા જ રહે છે.
સૂચના: ત્યાં તમને કોઈ ધાક ધમકી આપી લૂંટવાનો પ્રયત્ન કરે તો એના તાબે થવું નહિ. તથા અવાવરું જગ્યાએ જવું ટાળવું વધારે હિતવાહ છે.
About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!