લક્ષ્મી વિલાસ પૅલેસ અને એના વિષે જાણવા જેવી રસપ્રદ માહિતી

મિત્રો, આપણાં ગુજરાત ની સાંસ્કૃતિક રાજધાની છે “વડોદરા”. વિશ્વામિત્રી નદી ના કાંઠ અને વટ વૃક્ષ ના સાનિધ્ય માં વસેલું છે આપણું સ્વચ્છ, સુંદર અને વિકસિત શહેર વડોદરા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના સામ્રાજ્ય નું રાજનગર જ્યાં વસે છે ભવ્ય ઐતિહાસિક, આધુનિક કળા-કૃતિયો અને સ્થાપત્યો.

ભવ્ય ઇતિહાસનો વારસો ધરાવતું વડોદરા

આપણા વડોદરા ના ઐતિહાસિક અને ભવ્ય કલાકૃતિયો ની વાત કરીયે તો સર્વ પ્રથમ આપણા મન માં વિચાર આવે, એ છે આપણું ‘લક્ષ્મી વિલાસ પૅલેસ’. વડોદરા ના ઇતિહાસ નું સૌથી ભવ્ય સ્થાપત્ય, સયાજી નગરી ની આન અને ગાયકવાડ સામ્રાજ્ય નું રાજમહેલ.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) એટલે કે શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ 1869 માં વડોદરા ના મહારાજા બન્યા. વડોદરા માં આવતા અનેક મહેલ, ઇતિહાસિક કલાકૃતિઓ, અને સ્થાપત્યો નું નિર્માણ આજ સમયકાળ માં મહારાજા ના આદેશ અનુસાર કરવામાં આવ્યું.

લક્ષ્મી વિલાસ પૅલેસ : નિર્માણ

મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) ના હુકુમ અનુસાર 1890 માં “લક્ષ્મી વિલાસ પૅલેસ” નું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું. પ્રખ્યાત મેજર ચાર્લ્સ મંત ને પૅલેસ ના આર્કિટેક્ટ તરીકે જવાબદારી આપવામાં આવી હતી. ઇન્ડો-સૅરેનિક રિવાઈવલ આર્કિટેક્ચરલ ડિઝાઇન માં બાંધકામ કરવામાં આવ્યું સાથેજ 20મીં સદીએ પણ વીજળી અને લિફ્ટ ની સુવિધાઓ મહેલ માં હતી. અંદાજે 180000 GBP (બ્રિટિશ પાઉન્ડ) ના ખર્ચે આજે આપણું આ સુંદર મહેલ આપણા સમક્ષ ઉભું છે.

રાજમહેલ ના બાંધકામ માં યુરોપિયન અને ફ્રેન્ચ આર્કિટેક્ચર ની ઝલક જોવા મળે છે. દેશ-વિદેશ ની કાલા-કૃતિઓ, સાથે રાજા રવિ વર્મા ના સુંદર ચિત્રો પણ મહેલ ની શોભા વધારે છે. મહેલ ના ભવ્ય કક્ષ દેશ વિદેશ ની સંસ્કૃતિ અને પરંપરા ના સંગમ થી બનેલા છે. મહેલ માં ગાયકવાડ સામ્રાજ્ય ની અમૂલ્ય તલવારો, ભાલા, ઢાલ, બંડુક, તોપ, રક્ષા કવચ અને મહારાજા નો આલીશાન સિંહાસન પણ છે જે આજ પણ ત્યાં જોવા મળે છે. મહેલ માં આવેલા દરવાજા અને બારીઓ પર સુંદર નક્કાશીકામ વાળા પરદા, ઝાલર અને આકર્ષક ગાલીચા પણ છે. એવું આપણું મહેલ અસીમ સૌંદર્ય થી ઓતપ્રોત ભરેલું છે.

રાજમહેલ નું અતુલ્ય સૌંદર્ય

લક્ષ્મી વિલાસ પૅલેસ ની સુંદરતા ની વાત કરીયે તો, સુંદર બાગ-બગીચા, ફૂવ્વારા અને હરિયાળી થી સુસજ્જ એવું મહેલ નું પરિસર છે. ભારતીયે, મુસ્લિમ, મુઘલ, ગુજરાતી અને મારવાર પધ્ધતિ ની ડિઝાઇન માં બનેલું છે આ ભવ્ય રાજમહેલ. અંદાજે 700 એકર માં ફેલાયેલું પરિસર, નક્કાશીકામ થી સજાવેલ બારી અને દરવાજા, ઓરનેટ ડિઝાઇન ના આધારસ્થંભ, વિવિધ દેશો થી મંગાવામાં આવેલી સુંદર મૂર્તિઓ અને કલાકૃતિઓ, ધાતુ માં બનાવેલ ભવ્ય ફૂલદાનીઓ, અને ઇટાલિયન માર્બલ ના અદ્ભૂત શિલ્પ. મહેલ નો સૌથી આકર્ષક ભાગ એટલે દરબાર હોલ, અતિ-ભવ્ય સુંદર અને આપણા મહારાજા ની અનગિનત રાજકીય સભાઓનો સાક્ષી.

વેનેટીયન મોસાઇક ફ્લોર, મોસાઇક ઓરનેટ ડિઝાઇન ની દીવાલો, બેલ્જિયમ ગ્લાસ અને રંગે-બિરંગી માર્બલ માં બનેલી બારીઓ. આ સાથેજ મહારાણી દરબાર સભા માં હાજર રહી શકે તે માટે દરબાર હોલ માં બાલ્કની નું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. મહેલ ના બીજા બધા કક્ષ માં બખ્તર, શસ્ત્ર, તલવારો, બંદૂકો, ઢાલ, અને સેના ને લાગતી બીજી બધી જરૂરી વસ્તુઓ થી સજાવેલું સુંદર ઇન્ટિરિયર છે અને રાજા રવિ વર્મા દ્વારા બનાવેલ સુંદર ચિત્રો રાજમહેલ ની દીવાલો ની શોભા વધારે છે.

લક્ષ્મી વિલાસ પૅલેસ એસ્ટેટ માં આવેલી મિલ્કતો

લક્ષ્મીવિલાસ પૅલેસ વિસ્તારમાં મહારાજ દ્વારા સ્થાપિત મોતીબાગ મહેલ છે. ક્લબ હોઉસ છે જ્યાં વિવિધ દેશો ના મેહમાનો નું મનોરંજન કરવામાં આવતું હતું. ભવ્ય સ્વિમિંગ પૂલ, વ્યાયામ શાળા, અને બરોડા ગોલ્ફ ક્લબ પણ છે. સાથેજ છે મોતી બાગ ક્રિકેટ ગ્રાઉન્ડ, બરોડા ક્રિકેટ એસોસિયેશનની કચેરીઓ, ટીક માળ ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, માટીની ટેનિસ કોર્ટ અને સંગ્રામસિંહ ગાયકવાડ સ્પોર્ટ્સ એકેડેમી.

મહારાજ ફતેહસિંહ સંગ્રહાલય અને રાજા રવિ વેરમાં ચિત્ર સંગ્રહાલય છે જ્યાં વસે છે ગાયકવાડ ઘરાણાં નો ભવ્ય ઇતિહાસ. આપણું વહાલું મહેલ લંડન ના બકિંગઘમ પૅલેસ કરતા પણ મોટું અને દુનિયા નું સૌથી ભવ્ય ખાનગી નિવાસ છે. મહેલ ના એક ભાગ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના વંશજ રહે છે અને મહેલ નો બીજો ભાગ અત્યારના સમય માં સામાન્ય જનતા માટે મહેલ ની સુંદરતા નિહાળવા ખુલ્લો છે. તો મિત્રો આપણા રાજમહેલ ની સુંદરતા નિહાળવા એકવાર તો જવું જોઈએ કે નહિ?

આપણું આ સુંદર, સાંસ્કૃતિક અને ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પૅલેસ, મહારાજ સયાજીરાવ ગાયકવાડ ના સામ્રાજ્ય થી આપણા શહેર ને મળેલી અનમોલ ભેટ છે. તો મિત્રો આ હતી વડોદરા ના દરેક નાગરિક ના હૃદય માં વસેલા લક્ષ્મી વિલાસ પૅલેસ વિશે ની માહિતી. ધન્યવાદ.

About the author

Mehul Muley