નઝરબાગ પેલેસ અને એનો ભવ્ય ઇતિહાસ

વડોદરા શહેર માં ગાયકવાડી રાજવી પરિવાર નો શાહી પેલેસ એટલે નઝરબાગ પેલેસ. જે લક્ષ્મી વિલાસ પેલેસ પછીનો શાહી પેલેસ ગણાતો હતો. નઝરબાગ પેલેસ ૧૭૨૧ માં મલ્હાર રાવ ગાયકવાડ દ્વારા બનાવામાં આવ્યો હતો. મલ્હારરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડના અનુગામી હતા. નઝરબાગ પેલેસ નો ઉપયોગ ઔપચારિક પ્રસંગો માટે ગાયકવાડી રાજવી પરિવાર દ્વારા કરવામાં આવતો હતો. આ પેલેસ માં ત્રણ ભંડાર હતા તથા બંદુકો જે સોના અને ચાંદીથી નિર્માણ કરવા માં આવી હતી. દરેક બેરલ નું વજન ૧૦૦ કિલો સમાન હતું. નઝરબાગ પેલેસ ના મેદાન માં શીશ પેલેસ અને ગ્લાસ પેલેસનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

નઝરબાગ પેલેસ : શું હતો ઇતિહાસ ?

મલ્હારરાવ ગાયકવાડે તેમના પાંચ વર્ષના શાસનકાળ ના સમયમાં વડોદરા શહેર ના મંડાવી ગેટ ની નજીક માં ૧૯ મી સદી ના ઉત્તર્ધમાં નઝરબાગ પેલેસનું નિર્માણ કારવ્યું હતું. નઝરબાગ પેલેસ જુના પેલેસ અને જૂની ઇમારતો માંથી એક હતો. નઝરબાગ પેલેસ માં ગાયકવાડી પરિવાર ના તમામ પ્રકાર ના ઝવેરાત નો સંગ્રહ કરવા માં આવતો હતો. જેમાં 10,000,000 ડોલર સુધીનો મૂલ્ય હતું તથા હીરા ના હારનો સમાવેશ થતો હતો જે એ સમય માં સંગ્રહ નો મહત્વ નો ભાગ હતો.

કેવી રીતે અપાયું આ નામ ?

નઝરબાગ પેલેસ તેના અલગ પ્રકાર ના દેખાવ ના કારણે જાણીતો હતો. જે યુરોપિયન શૈલી માં બનવામાં આવીયો હતો. જે પણ લોકો આ પેલેસ ને જોતા હતા તેમના મુખે એક જ ગુજરાતી કેહવત આવતી હતી કે “નજર ના લાગે આ પેલેસ ને”. જેમાંથી શરૂવાત ના સમય માં તેને નામર નામ આપવા માં આવ્યું હતું. આ પેલેસ ના મેદાન માં એક સુંદર બગીચાનું નિર્માણ કરવમાં આવ્યું હતું. બગીચા ના નિર્માણ પછી આ પેલેસ ને “નઝરબાગ પેલેસ” નામ આપવમાં આવ્યું હતું.

શું છે આજ ની સ્થિતિ ?

આ પેલેસ વિનાશ ની સ્થિતિ માં હતો અને તેની ભૂતપૂર્વ ઓળખાણ ગુમાવી ચુકીયો હતો. આજે નજરબાગ પેલેસના મેદાન નો ઉપયોગ મુલાકાતીઓ ના વાહનો ના પાર્કિંગ માટે કરવામાં આવતો હતો. રાજવી પરિવાર ના આ આકર્ષક અને શાહી પેલેસ ની સ્થિતિ એવી હતી કે ઓળખી પણ ના શકાય.

૨૦૧૪ ના ઓક્ટોબર મહિનામાં નઝરબાગ પેલેસ સંપૂર્ણ રીતે માટી થી ભરી ગયો હતો અને પેલેસ ના અમુક ભાગો જમીનદોસ થઇ ગયા હતા. નઝરબાગ પેલેસ કોર્ટના નિર્ણય અને શાહી પરિવારમાં કટ્ટર વિવાદ પછી, પેલેસ ને તોડી નાખવામાં આવ્યો છે. નઝરબાગ પેલેસ ની જમીન ને વડોદરા ના સૌથી મોટા શોપિંગ મોલ બનાવવા માટે વિકસાવવામાં આવી રહી છે અને જેનું નામ “નઝરબાગ” રાખવાનો નિર્ણય કરવામાં આવીયો છે.

About the author

Mehul Parmar