નળ સરોવર પક્ષી અભ્યારણ્ય – વિદેશી પક્ષીઓ અને ગુજરાતનું અગ્રણી પ્રવાસન સ્થાન

ગુજરાત માત્ર તેના સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે એવું નથી. ભૌગોલિક વારસાની પણ દેન છે અને નળ સરોવર એનું જીવતું જાગતું ઉદાહરણ છે. ગુજરાત એમેય પહેલેથી પ્રવાસન સ્થળોની યાદીમાં આગવું સ્થાન ધરાવે છે. અને ગુજરાતમાં આવ્યા પછી જો નળ સરોવર જેવા પ્રાકૃતિક સ્થળની મુલાકાત નથી લીધી તો તમારી ગુજરાતની યાત્રા અધૂરી કહેવાય. તો ચાલો આવું જ એક સુંદર સ્થળ કે જે પ્રકૃતિ દ્વારા આશીર્વાદ પામેલું છે તેની મુલાકાત લઈએ.


નળ સરોવરની ભૌગોલિક પરિસ્થિતિ

વસવાટ પ્રબંધન વિસ્તારમાં આવેલું આ સ્થળ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ૧૨,૦૦૦ હેકટર જેટલો વિશાળ ફેલાવો ધરાવતું આ જળાશય ૨.૭ મીટર જેટલી મહત્તમ ઉંડાઇ ધરાવે છે. જોકે ૬૦% કરતા વધારે વિસ્તારમાં સામાન્ય ઉંચાઈ એકથી સવા મીટર જેટલી જ છે. પાણીની આટલી ઓછી ઉંડાઇને લીધે પાણીની નીચલી સપાટીએ વનસ્પતિનો ઉગાવો સારો રહે છે .

ખોરાક ની આટલી વિશાળ વિપુલતા ને લીધે મોટી સંખ્યામાં પક્ષીઓ અહીં આવે છે. નવેમ્બર થી ફેબ્રુઆરી એટલે કે શિયાળા દરમિયાન અહીં વિદેશી પક્ષીઓ નો કાફલો આવી જાય છે. માપસર ની ઠંડી અને ખોરાકની વિપુલતા માત્ર વનસ્પતિ પૂરતી નહીં પણ નાની માછલીઓ ને અન્ય કીટકો આ પક્ષીઓ ને ખોરાક માં મદદ રૂપ રહે છે. જેથી મધ્ય એશિયા, યુરોપ અને સાઇબિરીયા જેવા સ્થળોથી પક્ષીઓ નો વિદેશી કાફલો અહીં આવી ચડે છે.

૧૯૬૯માં આ સ્થળને પક્ષી અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું છે. આ અભયારણ્ય સરેરાશ ૧,૭૪,૧૨૮ જેટલા પક્ષીઓનું આશ્રયસ્થાન છે.


વસવાટ

આમ તો આ વસવાટ પ્રબંધન વિસ્તાર છે. પરંતુ, આ સરોવરમાં અનેક નાના નાના ટાપુઓ આવેલા છે. અહીંના અને આસપાસનાં ગામોમાં પઢાર નામની વિચરતી જનજાતી વસતી જોવા મળે છે, જે ગુજરાતમાં ફ્કત આ વિસ્તાર પુરતી મોટેભાગે સિમિત રહી છે. આ જાતિના લોકો વિશીષ્ટ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. કહેવાય છે કે આરક્ષીત યાદીમાં સ્થાન ધરાવતા પક્ષીઓ અને શિકાર માટેનાં જાળ અને અન્ય સાધનો અહીંથી પકડાયા છે.


કેમ નળ સરોવર છે આકર્ષણનું કેન્દ્ર ?

ગુજરાત રાજ્ય વન વિભાગની સુરક્ષા અને વ્યવસ્થા હેઠળ આવેલા આ સ્થળે શિયાળા માં જાણે વિદેશી પક્ષીઓ નો મેળો ભરાય છે. એમાંય ફ્લેમિંગો એના સુંદર રંગ અને દેખાવ ને લીધે આકર્ષણ નું કેન્દ્ર બને છે. સામાન્ય રીતે અહીં નવેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. અને અહીંની મુલાકાત નો સમય સવાર છ વાગ્યા થી સાંજ ના છ વાગ્યા સુધી નો હોય છે.આવા સુંદર સ્થળની મુલાકાત તો તમે લીધી જ હશે અને ના લીધી હોય તો આ માહિતી વાંચ્યા પછી જરૂરથી મુલાકાત લેજો અને આવા જ પ્રવાસન સ્થળોની માહિતી મેળવવા અમારી સાથે જોડાયેલા રહો.

About the author

Deep Shah