મોતીબાગ મહેલ અને એનો ભવ્ય ઇતિહાસ

તમે જાણો છો વડોદરા માં ગાયકવાડી શાસન સમય થી જ ઘણા બધા મહેલો તથા ઇમારતો નું નિર્માણ કરવામાં આવ્યું હતું જે આજે પણ ઘણા પ્રખ્યતા તથા અલગ પ્રકાર ની બંધારણ શૈલી ધરાવે છે. તો આવો આજે વાત કરીયે એવાજ એક મહેલ વિષે.. જેને મોતીબાગ મહેલ તરીકે ઓળખાય છે. હા એજ મોતીબાગ જેને હાલ ના સમય માં મોતીબાગ ના ક્રિકેટ મેદાન અને બરોડા ક્રિકેટ અસોસિએશન તથા ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ના ઘર તરીકે ઓળખાય છે. આવો જાણીયે આ મોતીબાગ મહેલ વિષે…….

મોતીબાગ મહેલ : ઇતિહાસ

મોતીબાગ મહેલ જે આમ તો નાના વીલા સમાન છે. જે લક્ષ્મી વિલાશ મહેલ ના મેદાન માં આવેલું એક અતિથિ ગૃહ સમાન છે. ૧૮૭૫ -૧૯૩૯ માં જયારે ગાયકવાડી મહારાજા સયાજી રાવ ના શાસન  મોતીબાગ મહેલ નું નિર્માણ કરવા માં આવ્યું હતું. જેને મહારાજા ગણપત રાવ ગાયકવાડે વીલા તરિકે નો દરજ્જો આપિયો હતો. જે વિશ્રામબાગ , મસ્તુબાગ અને ચીમનબેગ સહીત ના મહેલો માં એક નાનો અને સુંદર મહેલ છે.

મોતીબાગ મહેલ જે લક્ષ્મી વિલાસ મહેલ ની શોભા વધારવા માટે બનાવ્યું હતું એ લક્ષ્મી વિલાસ મહેલ કરતા પણ ઘણું જૂનું મહેલ છે. જે એ સમય માં બ્રિટીશ આર્કિટેક્ટ્સ અને એન્જીનીયર્સ ના અતિથિ ગૃહ માટે વપરાતું હતું. તે બ્રિટીશ આર્કિટેક્ટ્સ અને એન્જીનીયર્સ લક્ષ્મી વિલાસ મહેલ ના બંધારણ માટે રોકાયા હતા. મોતીબાગ  ૧૯૫૦-૧૯૬૦ ના સમય માં એચ.ટી. પ્રતાપસિંહરાવ ગાયકવાડનું નિવાસસ્થાન હતું. આ ૧૫૦૦ ચો.ફૂટ ની જગ્યા હવે ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ (જીબીજીસી) ના મેઇન ક્લબ-હાઉસ તરીકે ઓળખાય છે. જેની સાથે એક ગુજરાત નું એક પ્રખાય્ત ક્રિકેટ મેદાન પણ આવેલું જેને આપણે મોતીબાગ ક્રિકેટ મેદાન તરીકે ઓળખીયે છે. આવો જાણીયે એ મેદાન વિષે….

મોતીબાગ ક્રિકેટ મેદાન

મોતીબાગ ક્રિકેટ મેદાન એ લક્ષ્મી વિલાસ મહેલ અને મોતીબાગ મહેલ ના સંયોજનોની અંદર સ્થિત એક ક્રિકેટ સ્ટેડિયમ છે. જે 700-એકર (2.8 કિ.મી 2) વિસ્તાર માં આવેલું છે. આ વડોદરા વાશીઓ માટે એક ગર્વ લેવાની વાત છે.  મોતીબાગ ક્રિકેટ મેદાન એશિયા ના સોઉથી જુના અને વિશાળ મેદાન માંથી એક છે. અહીંયા રાજ્ય સ્તર ની દરેક સ્પર્ધા ઓ યોજવા માં આવે છે.

આ ક્રિકેટ મેદાન પર પેહલા ના સમય માં મહારાજાઓ અને બ્રિટીશ સરકાર ના અધિકારીઓ સાથે ક્રિકેટ ની રમત રમતા હતા. જાણવા જેવી વાત તો એ છે કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ, 500 થી વધુ મોર, વાંદરાઓ, લંગર, સસલા, મંગૂઝ, સાપ અને મગરના લોકો માટે નિવાસસ્થાન છે. મોતીબાગ માં વિવિધ પ્રકાર ની રમતો માટે ની જગ્યા પણ આવેલી છે જેમાં નિસ, બેડમિન્ટન અને 10-હોલ ગોલ્ફ કોર્સ તથા પીર બાબા ની દરગાહ અને ડ્રેસિંગ રૂમ ની પાછળ આવેલ મકકબરા સમાન ઇમારત પણ છે.

મોતીબાગ મહેલ આજે ઘણા બધા પ્રસંગો અને ઇવેન્ટ માટે ઉપયોગ માં લેવામાં આવે છે. તો આ લેખ વાંચીયા પછી એક વખત તો આ ભવ્ય મહેલ અને આને આજુ-બાજુ માં આવેલા વિસ્તાર ની મુલાકાત લેવાની ભૂલતા નહિ.. આવી ઘણી બધી વાતો છે વડોદરા વિષે તે અમે જણાવીશુ તમને ફક્ત ને ફક્ત અહીંયાજ…

About the author

Mehul Parmar