લહેરીપુરા દરવાજા અને તેના ઇતિહાસ વિશેની રસપ્રદ વાતો

ગુજરાતનું ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર એટલે વડોદરા. વડોદરા કલાા, ઈતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ સાથે ધબકતું શહેર. કેટકેટલાં ઉપનામ સાથે આ શહેર પોતાની અોળખ ધરાવે છે, સંસ્કારીનગરી, કલાનગરી, શિક્ષણનગરી, રાજમહેલોનીનગરી! તો ચાલો આજે વડોદરાના સાંસ્કૃતિક વારસા સમાન લહેરીપુરા દરવાજા વિશે ની વાત કરીએ.

શહેરીજનોની સતત ભાગદોડ અને બદલાયેલા વડોદરા ની સાક્ષી બનેલો આ દરવાજો પહેલાના સમયમાં પશ્ચિમી ગેટવે તરીકે સેવા આપતો હતો. હાલમાં વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આ વારસાની સાચવણી કરવામાં આવી રહી છે અને વારે તહેવારે તેને સુશોભિત પણ કરવામાં આવે છે.

આ ગેટ ની 3 કમાન પર ગણેશ અને દેવી દુર્ગા ના ચિત્રો છે. ૧૫૫૮ માં તૈયાર થયેલા આ દરવાજા આગળ હાલમાં પરંપરાગત ગુજરાતી અને મારવાડી વસ્તુઓનું બજાર ભરાય છે. તો ચાલો આ ગેટના ઇતિહાસ તરફ એક નજર ફેરવીએ.


લહેરીપુરા દરવાજાનો ઇતિહાસ

ગુજરાતનો સુલતાન મહંમદ બેગડા કે જે ૧૫૧૧ માં મૃત્યુ પામ્યો. જેનો પુત્ર ખિલીલ ખાને વટપદ્રક (વડોદરાનું જૂનું નામ) ના પૂર્વમાં કિલ્લો બાંધ્યો હતો, જે પાછળથી વડોદરાનો થયો હતો. આ કિલ્લો ‘કિલ્લા-એ-દૌલતાબાદ’ તરીકે ઓળખાય છે. અને હાલ લહેરીપુરા દરવાજો એ કિલ્લાનો પશ્ચિમમોં ભાગ છે.

ગુજરાત, ભારત નું છઠ્ઠા નંબર નું સૌથી મોટું રાજ્ય સંસ્કૃતિ અને દર્શનીય સ્થળો ને લીધે પોતાની આગવી ઓળખ ધરાવે છે. અહીં કિલ્લાઓ, મહેલો, મંદિરો, મસ્જિદો મોટી સંખ્યામાં આવેલા છે. જે તેને વિશિષ્ટ ઓળખાણ અપાવે છે. મોટી સંખ્યામાં દર્શનીય સ્થળોની ઉપલબ્ધીને લીધે ગુજરાત પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.


લહેરીપુરા દરવાજા ની આજુબાજુ ભરાતું બજાર :

વડોદરાના ચાર મુખ્ય દરવાજા માંડવી દરવાજા, લહેરીપુરા દરવાજા, ગેંડી દરવાજા અને પાણી દરવાજા શહેરની મધ્યમાં આવેલા છે. આ ચારેય દરવાજા ની આસપાસ દિવસે બજાર ભરાય છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ કપડાં,વાસણો, ઘરેણાં અને કરિયાણાની ઢગલા બંધ દુકાનો અહીં ઉપલબ્ધ છે. લહેરીપુરા દરવાજાથી આશરે અડધા કિમી ના અંતરે મધ્યવર્તી પુસ્તકાલય આવેલું છે. જે 300000 જેટલા વિશાળ પુસ્તકોનો સંગ્રહ ધરાવે છે. અહીં ભરાતું બજાર લગ્નની ખરીદી માટે શ્રેષ્ઠ છે. માટે, લગ્નની મોસમમાં અહીં વિશેષ માનવમેળો ઉભરાય છે. હા, અહીં પાર્કિંગની સમસ્યા રહેતી હોય છે.

તો આવા જ સુંદર સાંસ્કૃતિક વારસા ની માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે.

About the author

Deep Shah