જાણો વડોદરાના કીર્તિસ્તંભ અને એના ઇતિહાસ વિષે

આવો આજે તમને જણાવીએ વડોદરાના સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત સ્તંભ વિષે એટલે કે આપણા સૌનું જાણીતું “કીર્તિસ્તંભ”. હા મિત્રો એજ કીર્તસ્તંભ જે ગાયકવાડી શાસનમાં બનવવામાં આવ્યો હતો. જે વડોદરાના એ સમયના મહારાજા દ્વારા પોતાની છબી સ્વરૂપ બનવામાં આવ્યો હતો. શું હતું સ્તંભ બનવાનું કારણ, આવો જાણીયે આપણા આ લેખમાં.

કીર્તિ સ્તંભ : ટાવર ઓફ ફેમ

કીર્તિસ્તંભનું નિર્માણ કાર્ય વર્ષ ૧૯૩૫માં કરવામાં આવ્યું હતું. સ્તંભનું નિર્માણ હાલના પોલો ગ્રાઉન્ડ નજીક કરવામાં આવ્યું હતું જે હાલ લોકપ્રિય લેન્ડમાર્ક તરીકે પણ ઓળખાય છે. કીર્તિ સ્તંભ ને ટાવર ઓફ ફેમ / ટ્રાયમ્ફ નામે પણ ઓળખાય છે. સ્તંભને નહેરુ ભવનના વિરુદ્ધ અને સોનગઢના પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે.

કીર્તિસ્તંભ મહારાજા સયાજીરાવ ત્રીજાના ૬૦ વર્ષના શાસનકાળને દર્શાવે છે. કીર્તિસ્તંભને આ શાસનકાળ દર્શવતો સીમાચિહ્ન તરીકે બનાવવામાં આવ્યું હતું. જેના ટોચ પર પૂર્વ દિશાનો સામનો કરતા એક વૃદ્ધ સિંહનો શિલ્પને બેસાડવામાં આવ્યું છે. ઘણા ઓછા લોકો એવા છે વડોદરામાં જે સ્તંભ બનાવનું કારણ જાણે છે.

કીર્તિસ્તંભની ટોચ પરનો સિંહ પૂર્વીય મુખ ધરાવે છે અને જે મહારાજા સયાજીરાવ ના વાનપ્રસ્થાશ્રમ તરફ ગતિ કરતા સમયનો સંકેત આપે છે. પૂર્વ તરફની મુસાફરી એ હિન્દૂ તત્વજ્ઞાનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાનો એક માર્ગ દર્શાવે છે. સ્તંભની પાછળની બાજુ મહારાજાના નિવાસ સ્થાન લક્ષ્મી વિલાસ પેલેસનો દ્વાર છે. જે મહારાજાને શોર્ય અને વૈભવી જીવનથી વિદાય આપે છે. કીર્તિસ્તંભ ના નિર્માણ દ્વારા મહારાજા સયાજીરાવ નિવૃત્તિના સમય તરફ આગળ વધી રહ્યા છે દર્શાવે છે.

કીર્તિસ્તંભને નજીકથી જોતા જાણવા મળશે કે ટોચ પર રહેલો સિંહ વૃદ્ધ અને થાકેલો દેખાય છે અને તે ઉભો થઇ ને ચાલવાનો પ્રયાસ કરે છે. મહારાજા સયાજીરાવ પોતાને આ સિંહ તરીકે દર્શાવે છે. કીર્તિસ્તંભનું નિર્માણ આ પ્રકારની ઊંડાણ વિચારણા અને મહારાજાના અભિપ્રાયથી કરાયું હતું.

મહારાજા સયાજીરાવ દ્વારા ભૂતકાળના વડોદરા શહેરમાં બનાવેલા દરેક સ્મારકો કંઈક અંશે તેમની વિચારધારા અને દરેકમાં એક પ્રકારનું અર્થ દર્શાવે છે. કીર્તિસ્તંભ હાલ વડોદરા ના સૌથી વ્યસ્ત વિસ્તારમાંથી એક છે જેના ૧૦૦ મીટરના અંતરમાં બસ ડેપોનું નિર્માણ કરેલું છે. કીર્તિસ્તંભ તેની આજુ-બાજુમાં રહેલ દરેક માળખાઓ અને સ્મારકો વચ્ચે સૌથી ઊંચો છે.

હાલના યુવાનો માટે નાઈટ આઉટ માટેનો એક લોકપ્રિય સ્થળ છે. જ્યાં તમને દરેક પ્રકારના ફાસ્ટ ફૂડથી લઈને હોટેલના સ્વાદિષ્ટ ભોજનને માણી શકો છો. કીર્તિસ્તંભની નજીકમાં સૌથી લોકપ્રિય નાસ્તાનું સ્થળ એટલે મહાકાળી સેવ-ઉસળ. જેના વિષે તો આપ સૌ જાણોજ છો. જો ના જાણતા હોવ તો આગળ ના લેખોમાંથી તમને માહિતી મળી જશે.

તો આ હતો કીર્તિસ્તંભ નો ઇતિહાસ અને મહારાજા સયાજીરાવ સાથેનું જોડાણ. આવીજ ઘણા બધા નવા લેખ સાથે ફરી મળીશુ અહીંયાજ.

About the author

Mehul Parmar