વડોદરાનું જ્યુબિલિ બાગ: શહેરની મધ્યમાં આવેલું ઉદ્યાન

“જ્યુબિલી બાગ” વડોદરા શહેર ના મધ્ય અને મહાત્મા ગાંધી નગરગૃહ ની પાછળ આવેલો જૂનો અને જાણીતો બાગ. આ બાગ સયાજી બાગ અને લાલબાગ જેટલો પ્રખ્યાત નથી પરંતુ આ બાગ પણ એના જેટલો જ મનમોહક અને આકર્ષિત છે. જે વડોદરા વાસીઓના ફરવાના સ્થળ માં અગત્ય નું સ્થાન ધરાવે છે. આ બાગ ની બધી સાર-સંભાળ પણ લાલબાગ અને સયાજીબાગ ની જેમ વડોદરા મહાનગર સેવાસદન દ્વારા જ રાખવામાં આવે છે.

કેવું છે વડોદરાનું જ્યુબિલિ બાગ?

આ બાગ એ વડોદરા શહેર ની મધ્ય માં આવેલો હોવાથી આ બાગ ની આસપાસસ ખુબ જ અવરજવર રહેતી હોય છે પરંતુ આ બાગની ખાસિયત એ છે કે આ બાગ ની અંદર પ્રવેશતા જ તમને એક અલગ પ્રકારની શાંતિ નો અનુભવ થાય છે. કદાચ આના કારણે જ આ બાગ ની મધ્ય માં ભગવાન બુદ્ધ નું પૂતળું મુકવામાં આવ્યું છે જે શાંતિ નું પ્રતીક અને મહારાજ સયાજીરાઓ ગાયકવાડ ના ૨૫ વર્ષ ના શાંતિપૂર્ણ શાસન નું પ્રતીક છે.

આ બાગ નું આકર્ષણ તેના પ્રવેશદ્વાર થી જ ચાલુ થઇ જાય છે. આ બાગ નો પ્રવેશદ્વાર ખુબ જ વિશાળ અને મનમોહક છે. આ દ્વાર નું નિર્માણ એ “સાચી ના સ્ટુપા” ને ધ્યાન માં રાખીને કરવામાં આવ્યું છે. જેમાં તમને ભગવાન બુદ્ધ ના જાણીતા શિષ્ય સમ્રાટ અશોક એ

પોતાના રાજ માં જયારે ભવ્ય વિશાળ મંદિર બનાવ્યા હતા. ત્યારે તેમના દ્વાર આ દ્વાર જેવા હતા અને તને જ ધ્યાન માં રાખીને આ બાગ ના દ્વાર નું નિર્માણ થયું છે. આ ઉપરાંત વાત કરીયે તો, આ બાગ સવારે ૫ વાગ્યા ના ટકોરે ખુલે છે જેના કારણે ત્યાં નજીક માં વસવાટ કરતા વડોદરા વાસિયોં સવારે આવી ને ત્યાં “યોગાસન” તથા “મોર્નિંગ વોલ્ક” જેવા શરીર ને સુથળ બનાવવા વાળા કર્યો શાંતિ પૂર્ણ કરી શકે.

એ ઉપરાંત, ત્યાં સવાર માં વૃદ્ધ લોકો ભેગા થઈને મજા મસ્તી કરતા પણ નજરે પડે છે.  આ બાગ ની બહાર અલગ અલગ પ્રકારના શરબત પણ મળી રહેતા હોય છે. જે શરીર ને ફૂર્તીલું રાખવામાં માં મદદરૂપ છે.

આ ઉપરાંત આ બાગ માં લાકડા થી બનાવેલું મંડપ પણ ઉપલબ્ધ છે. “લાકડા નું મંડપ” આ શબ્દ નું નામ સાંભળતા જ તમારા મન માં થતું હશે કે આ બધી કલાકારી તોહ મોટાભાગે ચાઇના માં જોવા મળતી હોય છે. હા તમે સાચ્ચું વિચારી રહ્યા છો જે કલાકારી તમને ત્યાં જોવા મળે છે એવી જ અંદાજિત કલાકારી નો ઉપયોગ કરીને એ કળા તમને આ બાગ માં જોવા મળે છે જે પર્યટકો નું આકર્ષણ નું કેન્દ્ર બને છે.

આ બાગ ની આસપાસસ બધા જ પ્રકારની વાનગીઓ તથા ખુબ સરસ દુકાન પણ આવેલી છે જ્યાંથી તમે ખરીદી પણ કરી શકો છો. તથા તેની આસપાસસ દરેક પ્રકારની પુસ્તકો ની પણ દુકાન છે જ્યાંથી તમે પુસ્તકો પણ ખરીદી શકો છો. જ્યુબિલી બાગ એ દિવસે દિવસે વધારે સ્વચ્છ સારું થતું જાય છે આ ગાર્ડન એ ખુબ જ સ્વચ્છ છે તથા ત્યાં બેસવા માટે બાંકડા પણ છે જ્યાં બેસી ને તમે હરિયાળી ની મજા માણી શકો છો. આ બાગ ની સુંદરતા મનોરંજકો ને પણ એના તરફ ખેંચી લાવે છે,

આ બાગ માં ગુજરાતી પિચ્ચર ના શૂટિંગ કરવામાં આવ્યા છે. આ નું કારણ એ જ છે કેમ કે ત્યાં ખુબ સરસ એવા વૃક્ષો, જે ખુબ જ રળિયામણા છે અને આ વસ્તુ જુના પુરાણૉ માં પણ કહેવાયું છે કે જેટલું તમે હરિયાળી ને સાચવશો એટલી જ હરિયાળી તમને સાચવશે જેનું પરિપૂર્ણ ઉદાહરણ આ એક બાગ પણ પૂરું પડે છે.

આ બાગ માં સાંજ ના ટાઈમ પર નાના બાળકો ની ચલપહલ રહેતી હોય છે. જે અહીંયા આવીને મજા કરતા હોય છે. જો તમે આ બાગ ની મુલાકાત ના લીધી હોય તો આજે જ લો.

About the author

Krunal Chudasama