વડોદરાનું સૌથી જૂનું નાટ્ય ગૃહ : મહાત્મા ગાંધી નગર ગૃહ

ગુજરાતી રંગભૂમિ, થિયેટર, નાટકો નું સ્તર કથળ્યું છે કે લોકો સુધી પહોંચી શકતું નથી એ માન્યતા સાવ ખોટી છે. ગુજરાતી નાટકો, થિયેટર કે કલાનું કોઈ પણ ક્ષેત્ર હજી પણ ધબકે છે અને ધબકતું રહેવાનું છે. આનું સાક્ષાત ઉદાહરણ એટલે મહાત્મા ગાંધી નગર ગૃહ.


મહાત્મા ગાંધીનગર ગૃહ માં થતી પ્રવૃતિઓ :

આપણા વડોદરા માં વિવિધ નાટ્યગૃહો આવેલા છે. જેવા કે, સયાજીનગર ગૃહ, પંડિત દીનદયાલ અને મહાત્મા ગાંધી નગર ગૃહ. સૌથી જુના નાટ્ય ગૃહ ની વાત કરવામાં આવે તો મહાત્મા ગાંધી નગર ગૃહ નું નામ આવે. કેટકેટલાં અભિનય ભજવાતાં રહ્યા છે અહીં. ગુજ્જુભાઈ બન્યા દબંગ, બા થઇ રિટયાર્ડ જેવા ગુજરાતી નાટકો, કવિ સંમેલનો, કે પછી કે.લાલ. જાદુગર ના ખેલ કે પછી કોઈ સંગીત સંધ્યા કેમ ના હોય? દરેક પ્રકાર ના કાર્યક્રમો અહીં થતા રહેતા હોય છે.

વડોદરા માં ગયા વર્ષે થયેલી વડફેસ્ટ ઇવેન્ટ અંતર્ગત વડોદરા વાસીઓ માટે વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવી હતી. જેમાંની ઘણી ખરી પ્રવૃતિઓ નું આયોજન આ હોલ માં કરવામાં આવેલું.

આ ઉપરાંત અહીં નાટક ના દિગ્ગ્જ કલાકારો જેવા કે પરેશ રાવલ, ટીકુ તલસાણીયા એ સ્ટેજ પર તેમના પગલાં પાડ્યા છે.


મહાત્મા ગાંધીનગર ગૃહ વિશે થોડુંક વિશેષ :

ગાંધી નગર ગૃહ ના બાંધકામ વિષે ચર્ચા કરવા જઇયે તો.

મહાત્મા ગાંધી નગર ગૃહ નું બાંધકામ શહેર ના સૌથી જુના બાંધકામો માનું એક છે. આ ગૃહ આમ તો શહેર ની મધ્ય માં આવેલું છે. મહાત્મા ગાંધીનગર ગૃહ વડોદરા ના જયુબેલી બાગ, માંડવી વિસ્તાર ખાતે સ્થિત છે. આ ગૃહ આશરે ૧૦૦૦ જેટલા પ્રેક્ષકો સમાવવાની ક્ષમતા ધરાવે છે. ગૃહ પાસે કલાકારો તૈયાર થઇ શકે એ માટે 3 જેટલા ડ્રેસિંગ ટેબલ છે. અહીં નાટક ના કલાકરો પોતાના રોલ ના પાત્ર પ્રમાણે તૈયાર થાય છે પછી તખ્તા પર નાટક ભજવાતું હોય છે.

હોલ નું બાંધકામ ૧૯૫૪ માં થયું હતું. હાલ આ હોલ ની જાળવણી નું કામ વડોદરા મ્યુનિસિપલ સેવાસદન કરે છે. હાલમાં આ હોલ ને પુરેપુરો એર કન્ડિશનર પણ કરવામાં આવ્યો છે.

તદુપરાંત, મહાત્મા ગાંધી નગરગૃહ શહેરના વિવિધ આંદોલનોનું પણ સાક્ષી રહ્યું છે. કોઈ પણ રાજનીતિક કે સામાજિક પક્ષને શહેરમાં પડઘો પડે એ રીતે કોઈ પણ વિરોધ પ્રદર્શન કરવું હોય, તો તેઓ મહાત્મા ગાંધી નગર ગૃહની જ પસંદગી કરે છે. શહેરની મધ્યે આવેલું હોવાથી, શહેરના ગમે તે ખુણા માં વસતો કોઈ પણ વડોદરાવાસી આસાનીથી ત્યાં પહોંચી શકે છે. કદાચ, એના લીધે આ બનતું હોય.

આ નાટ્યગૃહમાં નાટકો ઉપરાંત વિવિધ મોટા નેતાઓની સભા, સમ્માન સમારોહ તથા સામાજિક કર્યો માટે પણ મહત્ત્વનું સ્થળ છે. અને આની મહત્વતા કોઈ પણ અવગણી શકે તેમ નથી.

તમે પણ પ્રખ્યાત મહાત્મા ગાંધી નગર ગૃહમાં નાટક કે કવિ સંમેલન નો આનંદ ઉઠાવ્યો જ હશે અને જો ના ઉઠાવ્યો હોય તો આ લેખ વાંચ્યા પછી જરૂર થી જજો. આવા નવીનતમ લેખ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.

About the author

Deep Shah