ગાંધીનગરથી વડોદરા: માણો સફરનો સંપૂર્ણ આનંદ ધ્યાનમાં રાખી અમુક બાબતો

વડોદરા એ ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે, જ્યારે ગાંધીનગર એ ગુજરાતનું રાજનીતિક પાટનગર છે. એટલે, અવારનવાર સરકારી કામાર્થે લોકોને ગાંધીનગર જવું પડે એ સ્વાભાવિક બાબત છે. અમારો આજનો આ લેખ, ગાંધીનગરથી વડોદરા: માણો સફરનો સંપૂર્ણ આનંદ ધ્યાનમાં રાખી અમુક બાબતો ની ઉપર છે. સફરનો સંપૂર્ણ આનંદ માણવા માટે અમુક બાબતો ધ્યાનમાં રાખવી પડે. તો જાણો શું શું કરી શકો છો તમે વડોદરાથી ગાંધીનગર જતા.

ગાંધીનગરથી વડોદરા: બસની મુસાફરી

વડોદરાથી ગાંધીનગર જવા માટે તમે અડધક બસો મળશે. રોજે ઉપડતી ઢગલાબંધ લક્સરી બસ ઉપરાંત, વિવિધ સરકારી બસો પણ તમને આસાનીથી ગાંધીનગર પહોંચાડી દેશે. વડોદરાના મુખ્ય બસ સ્ટેશન ઉપર તમને અઢળક બસો મળી જશે. કોઈ પણ બસમાં બેસી જાઓ, એ તમને ગાંધીનગર પહોંચાડી દેશે. વડોદરાથી બસ ઉપડે, એટલે અમિતનગર સર્કલ આવે અને પછી તમે પહોંચી જાઓ હાઈવે ઉપર.

આ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પોતાની અંદર એક વિકાસગાથા છે. બસ સડસડાટ દોડતી જાય અને તમારા પેટનું પાણી પણ ના હલે. હાઈવે ઉપર તમને ઘણા બધા પ્રકારના દ્રશ્ય જોવા મળશે. વચ્ચે આવતા નાના નાના ગામડા, ઉપરથી પસાર થતા બ્રિજ અને ઝડપથી દોડતી ગાડીઓ. આ બધાની વચ્ચે, ક્યારે તમે અમદાવાદ પહોંચી જશો, એની તમને ખબર પણ નહિ પડે. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટોપ પર ઉતરીને તમે ત્યાં આંટા ફેરા મારી શકો, ચા પી શકો અને ત્યાંથી શરુ થશે, તમારા ગાંધીનગરના સફરની શરૂઆત.

અમદાવાદ એ ગુજરાતનું એકમાત્ર મેટ્રો શહેર છે. બસમાં બેઠા બેઠા તમે અમદાવાદનું આનંદ માણી શકો છો. રોડ પર ઉભરાતું માનવ મહેરામણ, દરેક સિગ્નલ પર ઉભી રહેતી બસ અને વચ્ચે વચ્ચે આવતી ગરમ નાસ્તાની સુગંધ. તદુપરાંત, લાંબી લાંબી ઇમારતો, કાંચની બિલ્ડીંગો, મોટી મોટી હોટલો, પહોળા રસ્તાઓ ગુજરાતમાં ફલફૂલેલાં વિકાસના સાક્ષી છે. અમદાવાદને છોડતા જ થોડું હરિયાળું વિસ્તાર આવશે અને થોડીવારમાં તમે પહોંચી જશો ગાંધીનગર.

તો આ રીતે તમે પૂરું કરી શકો છો, તમારું વડોદરાથી ગાંધીનગર સુધીનું સફર. ઉત્સાહ થયો? તો થઇ જાઓ તૈયાર, નવા સફરની રૂપરેખા માટે!

About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!