વડોદરાનું ઈ.એમ.ઈ મંદિર તથા એનો ઇતિહાસ

વડોદરા માં મંદિરો તો ઘણા બધા છે અને દરેક મંદિર તેની અલગ પ્રકારની બનાવટની શૈલી માટે જાણીતા છે. પણ તેમાં સૌથી આકર્ષક અને સુંદર મંદિર એટલે ઈ.એમ.ઈ મંદિર. જે ભારતીય આર્મી દ્વારા સ્થાપિત અને સંચાલિત કરવામાં આવે છે. આ મંદિરમાં શિવ ભગવાન ની મૂર્તિ સ્થાપિત છે. ઈ.એમ.ઈ મંદિર ને બીજા “દક્ષિણામૂર્તિ મંદિર” નામે પણ ઓળખવામાં આવે છે. મંદિર તેની અલગ પ્રકારની બનાવટ અને ડિઝાઇન માટે પ્રખ્યાત છે, જેની અંદર આવેલા ભૂસ્તરીય માળખાને એલ્યુમિનિયમ શીટ્સથી તૈયાર કરવામાં આવ્યા છે. વડોદરામાં ભક્તો અને પ્રવાસ માટે આવેલા પ્રવાસીયો માટે આ મંદિર આકર્ષણ નું કેન્દ્ર છે. આ મંદિર વિશ્વમાં આ પ્રકાર ની બનાવટ શૈલી નું એક છે.

ઈ.એમ.ઈ મંદિર : બિનસાંપ્રદાયિકતાનું પ્રતીક

ઈ.એમ.ઈ મંદિર ને ભારત માં બિનસાંપ્રદાયિકતાનું પ્રતીક ગણવામાં આવે છે, કારણ કે ઈ.એમ.ઈ મંદિર ભારતમાં આવેલા દરેક ધર્મોની લાક્ષણિકતાઓ દર્શાવે છે. જે બનાવટના રૂપ માં મંદિરમાં દેખાઈ આવે છે. જાણીયે મંદિરમાં દરેક ધર્મના પ્રતીક વિષે,

– ગુંબજના ટોચ પર હિન્દુ ધર્મ ને દર્શાવતો “કળશ” આવેલો છે.
– ગુંબજનું બંધારણ ઇસ્લામિક ધર્મના સ્થાપત્ય મુજબ કરવામાં આવ્યું છે.
– ગુંબજની નીચે આવેલું ટાવર જે ખ્રિસ્તી ધર્મનું પ્રતિનિધિત્વ દર્શાવે છે જે ભગવાન દક્ષિણામૂર્તિની મૂર્તિ સમાન છે.
– ટાવર માં આવેલો ગોલ્ડન ટોપ જે બૌદ્ધ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે.
– મંદિરનું પ્રવેશ દ્વાર જૈન ધર્મની પરંપરા સમાન બાંધવામાં આવ્યું છે.
– મંદિરમાં રહેલી આગ જે પ્રાચીન ધર્મ ઝરૌત્ર્રૂમ નું પ્રતિનિધિત્વ કરે છે.

મહાબલીપુરમ માંથી લાવવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિને ભગવાન શિવની મૂર્તિની નજીક માં સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન શિવની મૂર્તિની પાછળના ભાગમાં “ૐ નમઃ શિવાય” કોતરેલા શુદ્ધ ચાંદીના કમાન આવેલા છે.

ઈ.એમ.ઈ મંદિર : નામ અને નિર્માણ

ઈ.એમ.ઈ મંદિર ના નિર્માણ નું કામ વર્ષ ૧૯૬૬ માં ભારતીય આર્મીના ઇલેક્ટ્રિકલ અને મેકેનિકલ કોર્પ્સ દળ દ્વારા શરુ કરવમાં આવ્યું હતું. આ મંદિરનું નામ તેના નિર્માણકર્તા પર રાખવા માં આવું છે જે ઇલેક્ટ્રિકલ અને મેકેનિકલ કોર્પ્સ દળ એટલે કે ઈ.એમ.ઈ તરીકે ઓળખાય છે. જેના પરથી “ઈ.એમ.ઈ મંદિર” નામ આવ્યું.

આ મંદિરના નિર્માણ ની શરૂવાતમાં ભારતીય આર્મી દ્વારા રાષ્ટ્રમાંથી દરેક ધર્મના સમૂહને તેમના સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ભેગા કર્યા હતા. જેથી દરેક ધર્મના સંસ્ક્ર્તિને આ મંદિરના બાંધકામ માં આવરીઓ લેવાય અને દરેક ધર્મનું એક અંશ તેમના ધર્મનું પ્રતિનિધિત્વ કરી શકે. આ મંદિર તેના ધર્મનિરપેક્ષ માળખા ના કારણે પણ પ્રખ્યાત છે. મંદિરમાં દરેક ધર્મના એક એક પવિત્ર નિવાસસ્થાનનું નિર્માણ કરાયું છે. જ્યાં દરેક ધર્મ ના લોકો સાથે ભેગા થઇ શકે અને મંદિરની સૌંદર્ય અને વિશેષતા ને માણી શકે.

ઈ.એમ.ઈ મંદિર દરેક ધર્મ અને ઉમરના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે. મંદિર તેના મિશ્રિત બંધારણ ના કારણે દરેક પ્રવાસીઓ માં આકર્ષણ ધરાવે છે. જો તમને કુદરતી સૌંદર્ય અને આત્મનિરીક્ષણ ગમે છે અને તમે સાંજ ના સમયમાં મંદિરની મુલાકાતે આવો છો તો સૂર્યાસ્તનું દ્રશ્ય માનવાનું ભૂલતા નહિ.

ઈ.એમ.ઈ મંદિર : પહોંચવાનો માર્ગ

ઈ.એમ.ઈ મંદિર વડોદરા ના ફતેહગંજ વિસ્તારમાં આવેલું છે. જે મુખ્ય રેલ્વે સ્ટેશનની નજીક અને વડોદરા સ્થાનિક એરપોર્ટથી 6 કિ.મી. ના અંતર પર આવેલું છે. મંદિર સુધી પહોંચવા માટે દરેક પ્રકારના સ્થાનિક પરિવહન ના સાધનો સરળતાથી મળી આવે છે. જો પ્રવાસીઓ સાથે કોઈ વૃદ્ધ કે પછી અશક્ત વ્યક્તિ હોયતો ખાનગી વાહન ને મંદિરની અંદર પ્રવેશ આપવાની મંજૂરી છે.

About the author

Mehul Parmar