દુલિરામ પેંડાવાળા – વડોદરાની દરેક ખુશીઓનું સરનામું

આપણી હિન્દૂ સંસ્કૃતિમાં એક પરંપરા છે. કોઈ પણ ખુશીનું પળ આપણે મીઠાઈ સાથે ઉજવીએ છે. અને જયારે તમે સંસ્કારી નગરી વડોદરામાં હોય ત્યારે તો ખુશી બમણી થવી જ જોઈએ. ચાલો આજે જઈએ એવી જ જગ્યા પર. અમારો આજનો લેખ છે, દુલિરામ પેંડાવાળા – વડોદરાની દરેક ખુશીઓનું સરનામું. વડોદરાની કોઈ પણ ખુશી અધૂરી છે પેંડાવાળા દુલિરામ રતનલાલ શર્મા વગર.

પરીક્ષામાં સારા નંબરે પાસ થયા હોય કે પછી નોકરીમાં બઢતી મળી હોય, કે પછી લગ્ન નક્કી થયા હોય. વડોદરાના લોકોને સહુથી પેહલા દુલિરામ પેંડાવાળા જ યાદ આવે. જ્યારે વારે તહેવારે પણ મીઠાઈઓની જરૂર પડે છે, એવા માં પણ દુલિરામના ત્યાં, તમારું જીવ સંતોષવા માટેની સ્વાદિષ્ટ મીઠાઈઓ તમને હંમેશા મળી રહેશે.

દુલિરામ પેંડાવાળા – કઈ કઈ ખાસ વસ્તુઓ મળશે

અત્યારે જ્યારે જમાનો બદલાયો છે, દુલિરામ પેંડાવાળામાં કોઈ ખાસ પરિવર્તન નથી આવ્યું. ૧૮૬૪ ના વરસમાં જેવી દુકાન હતી અને જેવી મીઠાઈઓ હતી. બધું એવું જ મળશે તમને. ૧૫૩ વર્ષના ગૌરવશાળી ઇતિહાસમાં ઘણા બધા પરિવર્તન જોઈ લેનાર પેંડાવાળાએ સમય સાથે ના બદલાઈ, છતાં પોતાની ઓળખ જાળવી રાખી છે, એ બહુ ઓછા લોકો અને સંસ્થા કરી શકે છે. અહીંયા તમને ચાર પ્રકારની મીઠાઈઓ મળશે, જે આ પ્રમાણે છે:


દુલિરામના શેકેલા પેંડા

શેકેલા પેંડા કોને ના ભાવે? દુલિરામના શેકેલા પેંડા ખુબ જ પ્રખ્યાત છે. માવાને કઢાઈમાં શેકી, ગોળ ગોળ બનાવેલા પેંડા અને એમની ઉપર નાખેલું ખાંડનું પાવડર ખરેખર ખુબ જ મસ્ત લાગે. આ શેકેલા પેંડા મોઢામાં મુકતા જ જે અસીમ આનંદ તમને મળશે, એ ખરેખર અવિસ્મરણીય છે. દુલિરામ શર્માના હાથોનો જાદુ હજી જળવાઈ રહ્યો હોય એમ, તમને આ પેંડા જરૂર ભાવશે. એમની દુકાન હજી પણ એવી જ સ્થિતિમાં છે, જેવી પેહલા હતી. જુના ગ્રાહકો જયારે ત્યાં જાય, તેઓ પણ ત્યાં જતા યાદોમાં ખોવાઈ જાય છે.


દુલિરામની બરફી

એક જમાનો હતો જ્યારે બરફી અમીરીની નિશાની ગણાતી હતી. દુલિરામની બરફીની મેજબાની માણવા જેવી ખરી. બરફી મીઠાઈ હોવા ઉપરાંત, ઘણી આરોગ્યપ્રદ પણ છે. અને જ્યારે વાત હોય દુલિરામની બરફીની ત્યારે સ્વાદનો ચટકારો આવવો સ્વાભાવિક છે. વડોદરાના ઘણા દંપતીઓ હશે, જેમના રિશ્તાની શરૂઆત દુલિરામની બરફીથી થઇ હશે. એ પણ એમની સંતાનોને દુકાન જોઈને કેહતા હશે, હું તારી મમ્મીને જોવા ગયો હતો ત્યારે એમને મને દુલિરામની બરફી ખવડાવી હતી.


દુલિરામના મલાઈ પેંડા

રક્ષાબંધન હોય કે કોઈ સુખદ પ્રસંગ, એ મલાઈ પેંડા વગર અધૂરા છે. એ રીતે, દુલિરામના પેંડા પણ આપણી ખુશિયોમાં હંમેશા આપણી જોડે રહ્યા છે. રક્ષાબંધન હોય કે કોઈ સુખદ પ્રસંગ, એ મલાઈ પેંડા વગર અધૂરા છે. એ રીતે, દુલિરામના પેંડા પણ આપણી ખુશીઓમાં હંમેશા આપણી જોડે રહ્યા છે. પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે તો દુલિરામ પેંડાવાળાના ત્યાં માનવ મહેરામણ ઉભરાય. દૂર દૂર થી વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ પેંડા લેવા માટે ભેગા થાય અને ગર્વ સાથે બધામાં વહેંચે.


દુલિરામના કેસર પેંડા

પાછા અમુક લોકો એવા પણ હોય જેમને મલાઈ પેંડા નથી ભાવતા. કેસર પેંડાનો આવિષ્કાર કદાચ આવા જ લોકો માટે થયો હશે. દુલિરામના કેસર પેંડા પણ ખુબ જ સ્વાદિષ્ટ તેમજ પ્રખ્યાત છે. એક વાર એમનો સ્વાદ માણ્યા પછી, તમે ફરી ફરીને એજ જગ્યા પર પાછા પહોંચશો. હવે આ જમાનામાં તમે ઓનલાઇન ઓર્ડર કરી આ મીઠાઇઓનું આસ્વાદ દૂર બેઠા પણ માણી શકો છો. નજીવી કિંમતમાં મળતી આ મીઠાઈઓ સાથે તમારી પણ ઘણી અનમોલ યાદો જોડાયેલી હશે!


તમને હજુ ઘણા એવા લોકો મળશે, જે કેહતા હશે કે મેં જયારે દસમું બારમું પાસ કર્યું, ત્યારે મારા પાપા એ દુલિરામના પેંડા બધામાં વહેંચ્યા હતા. આવા દુલિરામ પેંડાવાળા જોડે, આપણી ઘણી યાદો જોડાયેલી છે અને આશા છે હંમેશા જોડાયેલી રહેશે. અમને પણ વિશ્વાશ છે કે તમને જરૂર ગમ્યું હશે અમારું આ નજરાણું, દુલિરામ પેંડાવાળા – વડોદરાની દરેક ખુશીઓનું સરનામું.

About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!