ચાંપાનેર તથા એનો ગૌરવપૂર્ણ ઇતિહાસ

ગુજરાત, ભારત નું છઠ્ઠા નંબર નું સૌથી મોટું રાજ્ય સંસ્કૃતિ અને દર્શનીય સ્થળો ને લીધે પોતાની આગવી ઓળખ ધરાવે છે. અહીં કિલ્લાઓ, મહેલો ,મંદિરો,મસ્જિદો મોટી સંખ્યામાં આવેલા છે. જે તેને વિશિષ્ટ ઓળખાણ અપાવે છે. મોટી સંખ્યામાં દર્શનીય સ્થળોની ઉપલબ્ધીને લીધે ગુજરાત પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મિત્રો આવા જ એક સ્થળની મુલાકાત કરાવાના છે આજે, જેનું નામ છે, ચાંપાનેર.

પ્રકૃતિ ઘ્વારા આશીર્વાદ પામેલું આ ગામ બીજું કઈ નહીં પણ વડોદરા પાસે આવેલું ચાંપાનેર છે. પાવાગઢનું નામ કોણે નથી સાંભળ્યું ? વડોદરા થી માત્ર ૪૬ કિમિ ના અંતરે પંચમહાલ જિલ્લામાં આવેલા ૭ તાલુકામાંના એક એવા હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટી પર વસેલું ગામ એટલે ચાંપાનેર. ચાંપાનેર ઐતિહાસિક કિલ્લો ધરાવે છે ને અહીં કલાત્મક મોતી મસ્જિદ અને જામા મસ્જિદ આવેલી છે. અને હવે ચાંપાનેરને યુનેસ્કો ઘ્વારા સંરક્ષિત સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જોઈએ ચાંપાનેર કેમ આટલું પ્રખ્યાત સ્થળ છે.


ચાંપાનેર કેમ આટલું પ્રખ્યાત છે?

ચાંપાનેર પાવાગઢની તળેટી માં આવેલું છે. પાવાગઢનું પ્રખ્યાત મહાકાળી માતાનું મંદિર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું ધામ છે ને વધારામાં ચાંપાનેરમાં આવેલો ઐતિહાસિક કિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં આવેલી કલાત્મક મોતી મસ્જિદ અને જામા મસ્જિદ કલાપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આસપાસ રહેલી સુંદર વનરાજી અને અહીં રહેલી વન્યસૃષ્ટિ ને કારણે પ્રકૃતિપ્રેમી અને ફોટોગ્રાફર્સ આ સ્થળની મુલાકાત લેવાનું ચુકતા નથી. ચાલો હવે આટલા સુંદર સ્થળનો ઇતિહાસ જાણીયે.


ઇતિહાસ તરફ એક નજર ફેરવીએ…

ચાંપાનેર ઐતિહાસિક સ્થળ છે. તે એના ઇતિહાસ સાથે હજી પણ અકબંધ સચવાયો છે.ચાંપાનેર આમ તો મહંમદ બેગડાની રાજધાની હતી પણ ઇતિહાસ તરફ નજર કરીએ તો એની સ્થાપના ૮મી સદીમાં ચાવડા વંશના રાજા વનરાજ ચાવડા ઘ્વારા કરવામાં આવી હતી.

ગામનું નામ ચાંપાનેર કેમ પાડ્યું એ વિશે વાત કરવા જઇયે તો, વનરાજ ચાવડા એ તેના માનીતા સેનાપતિ ચાંપા ના નામ પરથી આ ગામ નું નામ ચાંપાનેર પાડ્યું એવું કહેવાય છે. ૧૫મી સદી સુધી પાવાગઢ કિલ્લા નો કબજો ચૌહાણ રાજપૂતો પાસે હતો. 4 ડિસેમ્બર 1482 માં ગુજરાત ના સુલતાન મહંમદ બેગડા એ આક્રમણ કર્યું ને ચાંપાનેર અને પાવાગઢ કિલ્લા પર કબજો મેળવ્યો. ત્યારબાદ 23 વર્ષ સુધી તેને ચાંપાનેર વિકસાવવાનું કામ કર્યું અને તેનું મુહમ્મદાબાદ નામ રાખ્યું.

આપણા આટલા અદ્દભુત સાંસ્કૃતિક વારસા ની મુલાકાત તમે લીધી જ હશે ! જો તમે કલાપ્રેમી છો, પ્રકૃતિપ્રેમી છો તો આટલા સુંદર અને અદ્દભુત સાંસ્કૃતિક વારસા ની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. અને આવા જ રસપ્રદ સ્થળો ની માહિતી મેળવવા માટે અમારા સાથે જોડાયેલા રહો.

About the author

Deep Shah