વડોદરાનું ગૌરવ એવા યુસુફ પઠાણ અને એમના વિષે જાણવા જેવી વાતો

ક્રિકેટ એક એવી રમત જે આપણા ભારત દેશમાં સોંથી લોકપ્રિય રમત છે. ભારતીય ક્રિકેટ ટીમમાં રમવુ એ ઘણા યુવાનોનું સપનું છે. વડોદરા શહેર તરફથી ઘણા ક્રિકેટર્સ એ પોતાનું આ સપનું સાકાર કર્યું છે. જેમાં કિરણ મોરે,અંશુમન ગાયકવાડ,ઇરફાન પઠાણ જેવા ઘણા પ્રખ્યાત ક્રિકેટર્સનો સમાવેશ થાય છે. આવો આજે તમને જણાવીએ એવાજ એક ક્રિકેટર વિષે જેને વડોદરાનું નામ રોશન કર્યું અને પોતાનું નામ એક આક્રમક બેટ્સમેન ની યાદીમાં નોંધાવ્યું. આ ક્રિકેટર બીજું કોઈ નહિ પણ ઈરફાન પઠાણ ના મોટા ભાઈ યુસુફ પઠાણ છે. તો આજે જાણીયે એમના કારકિર્દી વિષે.

યુસુફ પઠાણનો જન્મ ૧૭ નવેમ્બર ૧૯૮૨ ના રોજ ગુજરાત રાજ્ય ના વડોદરા શહેરમાં એક મુસ્લિમ પઠાણ પરિવારમાં થયો. એક ગરીબ પરિવાર માં જન્મેલા યૂસફ પઠાણ તેમના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે વડોદરા ની એક મસ્જિદમાં મોટા થયા. તેમના નાના ભાઈ ઈરફાન પઠાણને તો તમે સૌ જાણોજ છો. તેમના પિતાએ મસ્જિદમાં એક મુએઝિન તરીકે સેવા આપતા હતા. બાળપણથી જ ક્રિકેટ માં રુચિ ધરાવનાર યુસુફ એ મસ્જિદના એ નાના મેદાન માં ભાઈ ઈરફાન સાથે ક્રિકેટ રમતા. એ મેદાનથીજ તેમને ક્રિકેટ રમવાની શરૂવાત કરી. ક્રિકેટમાં વધારે રુચિ હોવાને કારણે તેમનું અભ્યાસ ઘણું ઓછું રહીયુ.

યુસુફ પઠાણ : કારકિર્દીની શરૂવાત

યુસુફ શરૂવાત થીજ એક આક્રમક અને શક્તિશાળી બેટ્સમેન હતા અને જેની સાથે સાથે તે ઑફ બ્રેક બોલિંગ પણ કરતા હતા. આ આવડતના કારણે તેમને એક મહત્વપૂર્ણ ઓલ-રોઉન્ડર તરીકે વડોદરાની ક્રિકેટ ટીમ તરફથી ૨૦૦૦૧-૨૦૦૨ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કારકિર્દી ની શરૂવાત કરી. તેમને વડોદરાની ટીમમાં ૨૦૦૦૧-૨૦૦૨ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટથીજ એક મહત્વપૂર્ણ બેટ્સમેન અને બોલર તરીકે પોતાનું સ્થાન જમાવી રાખ્યું છે. ભારતીયમાં ટીમમાં સ્થાન મેળવવા માટે તેમને ઘણી મેહનત અને સંઘર્ષ કર્યો.

એપ્રિલ, ૨૦૦૭ માં યોજાયેલ દેવધર ટ્રોફી અને આંતર-સ્ટેટ ટી-૨૦ ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરવાને કારણે તેમને સપ્ટેમ્બર ૨૦૦૭ માં સાઉથ આફ્રિકામાં યોજાયેલ ટી-૨૦ વર્લ્ડકપ ની ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું. જેમાં તેમને ફાઇનલમાં પાકિસ્તાનની વિરુદ્ધ મેચ રમી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય કારકિર્દી ની શરૂવાત કરી.

IPL માં રાજસ્થાન ની ટીમ તરફ થી સારા દેખાવ ને કારણે તેમને ભારતની વનડે ટીમમાં સ્થાન મળ્યું. તેમને વનડે કારકિર્દીની શરૂવાત ૧૦ જૂન ૨૦૦૮ માં પાકિસ્તાનના વિરુદ્ધ ઢાકાના મેદાનથી કરી. જેના પછીની દરેક શ્રુંખલામાં ટીમમાં તેમનો સમાવેશ થયો પણ તે ટેસ્ટ માટે ટીમમાં પંસદગીના મેળવી શક્યા. એશિયા કપમાં સારો પ્રદર્શન ના હોવા ને કારણે તેમને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા. જેના પછી તેમને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું ચાલુ રાખીયું.

યુસુફને ઇંગ્લેન્ડ વનડે શ્રુંખલા વખતે યાદ કરવામાં આવ્યા અને જ્યાં તેમને તેમના ૨૬મી વર્ષગાંઠ ના દિવસે ૨૯ બોલમાં ૫૦ રન બનવ્યા. જે તેમની સોં પ્રથમ અડધી સદી હતી. ૨૦૦૯ ઇંગ્લેન્ડ માં ટી-૨૦ વર્લ્ડકપ ની સુપર ૮ બીજી મેચમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ૧૭ બોલ માં અણનમ ૩૩ રન કરી ભારતીય ટીમને જીત ના આપવી શક્યા. ત્યરબાદ ભારતીય ટીમ શ્રુંખલા માંથી બહાર થઇ ગઈ.

૨૦૦૯ માં ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં સારો પ્રદર્શન ના હોવાને કારણે તેમનું ભારતીય ટીમમાં સમાવેશ ના કરવામાં આવ્યો.વર્ષ ૨૦૧૦ દુલિપ ટ્રોફી વખતે વેસ્ટ ઝોનમાંથી રમતા સાઉથ ઝોન વિરુદ્ધ પ્રથમ ઇનિંગમાં ૧૦૮ અને બીજી ઇનિંગમાં અણનમ ૨૧૦ રન કરી ટીમ ને જીત આપવી. જે જીત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માં સોંથી વધારે રન ચેઝ કરવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે.

યુસુફ પઠાણ : કારકિર્દી નો સુવર્ણ સમય

૭ ડિસેમ્બર ૨૦૧૦ નો દિવસ યુસુફ પઠાણ માટે ઘણો યાદગાર રહ્યો. બેંગ્લોર ના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ માં રમતા તેમની આક્રમક બેટિંગ થી ન્યૂઝીલેન્ડ ના પડકારજનક ૩૧૭ રન નો લક્ષ્ય મેચના અંતિમ સાત બોલ રહેતા પાર કરી લીધું. જેમાં આક્રમક બેટિંગ થી ન્યૂઝીલેન્ડ ટીમ ના દરેક બોલર પર આક્રમણ કરીયું અને સૌરભ તિવારી સાથે અણનમ 133 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં પઠાણે 96 બોલમાં અણનમ 123 રન ફટકાર્યા હતા. જ્યાં તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ની પ્રથમ સદી નોંધવી અને ભારતીય ટીમ ને ૪-૦ ની અજેય લીડ આપવી. ૫ વિકેટ અને ૧૨૩ રન કરવાના કારણે તેમને મેન ઓફ ઘી મેચનું સન્માન મેળવ્યું.

MTN શ્રુંખલા વખતે પઠાણે કારકિર્દીની બીજી સદી સાઉથ આફ્રિકા વિરુદ્ધ નિધાવી. જેમાં તેમને ૭૦ બોલમાં ૧૦૫ રન કર્યા. ભારતીય ટીમ તરફથી ઝડપી ૬ઠ્ઠા અને ભારતીય ઉપખન્ડ ની બહાર સદી કરવા માટે બીજા એવા બેટ્સમેન બન્યા. તેમને ૨૦૧૧ ની વર્લ્ડ કપ વિજેતા ટીમ માં પણ સ્થાન મેળવ્યું અને ભારત માટે વર્લ્ડકપમાં યોગદાન આપ્યું. ૧૮ માર્ચ ૨૦૧૨ ના દિવસે પાકિસ્તાન વિરુદ્ધ ટી-૨૦ માં અને ૩૦ માર્ચ ૨૦૧૨ ના દિવસે સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડેમાં ભારતીય ટીમ તરફથી અંતિમ મેચો રમી.

યુસુફ પઠાણ IPL વર્ષ ૨૦૦૮-૨૦૧૦ ના સમયમાં રાજસ્થાન ની ટીમ માંથી રમીયા. ટીમમાં તેમને 1.9 કરોડમાં ખરીદવામાં આવ્યા. ૨૦૦૮ માં તેમને ટીમ તરફ થી ૪૩૫ રન અને ૮ વિકેટ લીધી અને ટીમને શ્રુંખલા જીતવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ. ૨૦૧૦ ની IPL શ્રુંખલા માં તેમને ટીમ ના ઉપ-સુકાની નું પદ સોંપ્યું. જ્યાં તેમને મુંબઈ ની ટીમ વિરુદ્ધ ૩૭ બોલ માં સદી કરી જેમાં ૧૧ સળંગ બાઉન્ડરી (૬,૬,૬,૬,૪,૪,૬,૪,૪,૪,૪) મારી રેકોર્ડ બનાવ્યો.

૨૦૧૧ ની IPL હરાજીમાં કોલકાતાની ટીમે $૨.૧ મિલિયન માં ખરીદ્યા અને ૨૦૧૪ હરાજીમાં ૩.૨૫ કરોડમાં જાળવી રાખ્યા. જેના પરિણામે IPL શ્રુંખલા માં ૧૫ બોલ માં ૫૦ રન કરી ઝડપી અડધી સદી નોંધવી અને ટીમ ને શ્રુંખલા જીત આપવી.

૨૭ માર્ચ ૨૦૧૩ ના રોજ યુસુફ પઠાણે મુંબઈ સ્થિત ફિઝીયોથેરાપિસ્ટ આફરીન સાથે લગ્ન કર્યા, જેમને ૧૭ એપ્રિલ ૨૦૧૪ ના રોજ બાળક ને જન્મ આપ્યો. ત્યારબાદ ઈરફાન પઠાણે સાથે એક સંયુક્ત એકેડેમી લોંચ કરી. હાલ તે તેમના પરિવાર સાથે વડોદરાના તાંદલજા સ્થિત ઘરમાં રહે છે અને ભારતીય ટીમમાં પરત સ્થાન મેળવા માટે મેહનત અને પરિશ્રમ કરે છે.

તો આ રીતે યુસુફ પઠાણે ભારતીય ટીમ અને વડોદરા ની ક્રિકેટ ટીમ માં યોગદાન આપ્યું અને વડોદરા ના એક નામી ક્રિકેટર બની ગયા. આવીજ બીજી ઘણી બધી માહિતી સાથે ફરી મળીશુ.

About the author

Mehul Parmar