મહારાજા સયાજીરાવ ગાયકવાડ

જયારે જયારે પણ વડો ની આ નગરી ની વાત થાય ત્યારે ત્યારે તેની સાથે જોડાયેલું એક નામ આપણે યાદ આવે. તમે તો જાણતા જ હશો. આખરે આપણે વડોદરાવાસીઓ જ છીએ ને.જાણો છો કે નહિ? વડોદરા સાથે જોડાયેલું આ નામ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ની છે આ નગરી વડોદરા, જેના પર આજે આપડે ગર્વ અનુભવીએ છીએ. તો ચાલો આજે વાત કરીયે એક એવા મહાનુભવ ની જેને આપણને વડોદરા શહેર નો આ ભવ્ય વારસો આપ્યો છે.

જે શહેર આજે આટલુ સુંદર અને રમણીય છે વાત કરીયે એ શહેર ના મહારાજા ની. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ની.

મરાઠી પરિવાર માં જન્મેલ સયાજીરાવ ગાયકવાડ નો જન્મ મહારાષ્ટ્ર ના કવલના ખાતે ૧૭ માર્ચ ૧૮૬૩ માં થયો હતો. તે શ્રીમંત કાશીરાવ ગાયક્વાડ તથા શ્રીમંત ઉમાબાઈ સાહેબ ના પુત્ર હતા. સયાજીરાવ નું બાળપણ નું નામ ગોપાલરાવ ગાયકવાડ હતું. તેઓ બાળપણ થી જ એક આકર્ષણ નું કેન્દ્ર રહ્યા હતા.

સયાજીરાવ ગાયકવાડ થી વડોદરા ના મહારાજા ગાયકવાડ સુધી ની સફર

૧૮૭૦ માં જયારે વડોદરા ના મહારાજા ખંડેરાવ ની અચાનક મૃત્યુ થી વડોદરા નું સિંહાસન ખાલી થઈ ગયું. જેથી મહારાજ ખંડેરાવ ની પત્ની મહારાણી જામનબાઈએ પોતાના અન્ય વડાઓ ને વડોદરા આવવા નિમંત્રણ આપ્યું અને કહ્યું કે સવ પોતાના પુત્રો ને વડોદરા ના નવા ઉત્તરાધિકારી તરીકે રજુ કરે. વડોદરા થી લગભગ ૬૦૦ કિલોમીટર દૂર મહારાષ્ટ્ર થી કાશીરાવ પોતાના ૩ પુત્ર આનંદરાવ, ગોપાલરાવ અને સંપતરાવ સાથે પગપાળા ચાલી ને વડોદરા પહોંચ્યા.

જયારે પોતાને રજુ કરવાનો વારો આવ્યો ત્યારે ગોપાલરાવ એ કોઈ પણ ખચકાટ વગર માત્ર એક જ વાક્ય માં ઉત્તર આપ્યો. “હું અહીં રાજ કરવા આવ્યો છું”. અને આ સાથે જ અંગ્રેજ સરકારે ગોપાલરાવ ને અનુગામી તરીકે નિમણુંક કર્યા.

૨૭ મે ૧૮૭૫ ના રોજ મહારાણી જમણાબાઈ એ તેમને દત્તક લીધા અને તેમને નવું નામ આપ્યું સયાજીરાવ. ૧૦ જુન ૧૮૭૫ ના દિવસે ગોપાલરાવ વડોદરા ના મહારાજા સયાજીરાવ ગાયક્વાડ બન્યા.

૧૮૭૫ થી ૧૯૩૯ વડોદરા ની કાયાપલટ

૧૮૭૫ માં જયારે સયાજીરાવ ગાયક્વાડ મહારાજા બન્યા ત્યારે તેમની ઉમર નાની હતી તેથી કાઉન્સિલ ઓફ રિજન્સી દ્વારા તેમને સત્તા સોંપવામાં ન આવી. આ સમય દરમિયાન સર ટી. માધવરાવ દ્વારા સયાજીરાવ ને વહીવટી તાલીમ તથા રાજ્ય અંગે નું શિક્ષણ આપ્યું. ત્યારબાદ ૧૮ જુલાઈ ૧૮૮૧ થી સયાજીરાવ ગાયકવાડ નો શાસન કાળ શરૂ થયો.

મહારાજા બન્યા બાદ તેમનું સવ પ્રથમ કાર્ય શિક્ષણ નું હતું. બરોડા રાજ્યમાં મુક્ત અને ફરજિયાત શિક્ષણનો પ્રારંભ કરનાર તે પ્રથમ ભારતીય શાસક છે. તેમને ૧૮૮૧ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવરસિટી નો પાયો નાખ્યો. , તેમના પ્રથમ કાર્યોમાં શિક્ષણ ની સાથે સાથે દલિતોનું ઉન્નતિકરણ, અને અદાલતી, કૃષિ અને સામાજિક સુધારણાઓનો સમાવેશ થાય છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના મહાન કાર્યો માનુ એક છે લક્ષ્મી વિલાસ પેલેસ. ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે  સરકાર વાડ તરિકે ઓળખાતી એક ઇમારત ની રચના કરી. જેને પૂર્ણ થતા લગભગ ૧૨ વર્ષ નો સમય લાગ્યો. તે આર્કિટેક્ટ મેજર ચાર્લ્સ માન્ટ દ્વારા ઇન્ડો-સરસેનિક શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું હતું મહેલના નિર્માણમાં સ્થાનિક અને વિદેશી બંને સામગ્રી નો ઉપયોગ થયો છે. લક્ષ્મી વિલાસ પેલેસ ને યુનેસ્કો દ્વારા વર્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું અને તે લક્ષ્મી વિલાસ પેલેસ તરીકે ઓળખાયું.

૧૮૮૫ માં સયાજીરાવ એ વડોદરા માં માટે એક બીજી અદભુત રચના કરી……એક એવો ડેમ જે ૨૦ મી સદી માં ૧૦૦૦૦ વસ્તી ધરાવતા વડોદરા શહેર ને પાણી પૂરું પાડવાનો હતો પરંતુ તેને એટલો મોટો બનાવામાં આયો કે તે 3૦૦૦૦ લોકો ને પાણી પૂરું પડી શકે….. જેનું નામ છે “આજવા સરોવર”

૧૮૭૯ માં સયાજીરાવ દ્વારા વડોદરા ને એક બીજી અવનવી ભેટ આપવામાં આવી એ હતો સયાજીબાગ. ૧૧૩ એકર ની જગ્યા ધરાવતો બાગ. જે આજે કમાટીબાગ તરીકે ઓળખાય છે.

કેહવા માટે તો જેટલું કહીયે એ ઓછું પડે એટલા કામો સયાજીરાવે વડોદરા માટે કર્યા છે . તેમને વડોદરા ને વરસ માં બહુ અમૂલ્ય વારસો આપ્યો છે તેમ કહીયે તો પણ કઈ ખોટું નથી. તેઓ એક રાજકુંવર હોવા છતા અવારનવાર દિલ્લી ના દરબારો માં હાજરી આપતા અને બ્રિટિશ સરકાર સાથે મૌખિક તથા લેખિક વિવાદો કરતા.

મહારાજા સયાજીરાવ ગાયકવાડે સમાજસેવા ના પણ ઘણા કાર્યો કર્યા. તેમણે પોતાના લોકોમાંથી પ્રતિભાને ઓળખી તેમને તાલીમ આપી. તેમના એક હતા ડો. બાબાસાહેબ આંબેડકર. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આપવામાં આવેલી શિષ્યવૃત્તિની મદદથી, ડો. બાબાસાહેબ આંબેડકરે કોલમ્બિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો.

મહારાજા સયાજીરાવ સંગીત અને કાલા ના ખાસ શોખીન હતા. તેઓ પાસે ઉત્તમ પ્રકાર ના હીરા જવેરાત પણ હતા. જેમાં “સ્ટાર ઓફ ધ સાઉથ” હીરા, “અકબર શાહ” હીરા અને “પ્રિન્સેસ યુજીની” હીરાનો સમાવેશ થાય છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડના સન્માન

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ને ખાસ સન્માનો થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેઓ ને બ્રિટીશ સરકાર દ્વારા ખાસ ઇલ્કાબ ફરજંદે -ખાસ-એ-દૌલત-એ ઇંગ્લીશીયા આપવામાં આવ્યો. તેમના માનમાં ભારત સરકારે ટપાલ ટિકીટ બહાર પાડી છે. આ ઉપરાંત ઘણી જાહેર સંસ્થાઓ અને રસ્તાઓના નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યા.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ અન્ય શાસકો મન એક પ્રતિષ્ઠિત શાસક હતા. ૬૩ વરસના લાંબા અને મહત્વશીલ શાસન કાળ પછી સયાજીરાવ ગાયકવાડ નું 6 ફેબ્રુઆરી, 1939 ના રોજ મૃત્યુ થયું, અને તેમના પૌત્ર અને વારસદાર, પ્રતાપસિંહરાવ ગાયકવાડ બરોડાના આગામી મહારાજા બન્યા.
About the author

Bhargav Pandya