વડોદરાની નાઈટ લાઈફમાં રેલવે સ્ટેશનનું સ્થાન!

“વડોદરા” શહેર ગુજરાત ના સાંસ્કૃતિક શહેર તરીકે ઓળખાય છે પણ આ શહેર માં ઘણા એવા સ્થળો છે જ્યાં તમે અને તમારા મિત્રો અથવા પરિવાર સાથે “રાત ની મોજ” એટલે કે “નાઈટ આઉટ” માણી શકો છો. જોકે વડોદરા શહેર ની નાઈટ આઉટ ની વાત કરીયે તો આ શહેર બીજા મેટ્રો શહેર જેમકે મુંબઈ , દિલ્હી , બેંગ્લોર અથવા ગુજરાત ના અમદાવાદ શહેર કરતા અલગ પ્રકારની છે.

વડોદરાની નાઈટ લાઈફ માં મહત્વ નું સ્થાન ધરાવે છે એ વડોદરા નું “રેલવે-સ્ટેશન”. આ પછી અકોટા-દાંડિયાબજાર બ્રિજ, વડોદરા-અમદવાદ હાઈવે, માંડવી, ડિસ્કો હંગામા નાઇટ, વડોદરા આંતરાષ્ટ્રીય આર્ટ અને કલ્ચર ફેસ્ટિવલ  મહત્વ નું સ્થાન ધરાવે છે. નાઈટ આઉટ માં ખાવાની મજા માણવા માટે રાત્રી બજાર, નવાપુરા અને વાડી નું સેવ-ઉસળ , રીગલ રેસ્ટોરન્ટ , સંગમ હોટેલ ની દાલ-મખની અને અલ્લાહ રખા સેવ મમરા તો ખરાજ. આવો જાણીયે કેમ રેલવે સ્ટેશન પ્રખ્યાત છે નાઈટ આઉટ માટે?

વડોદરાની નાઈટ લાઈફમાં રેલવે સ્ટેશનનું સ્થાન

વડોદરા રેલવે-સ્ટેશન ખૂબ જ વ્યસ્ત અને ઐતિહાસિક સ્મારકો માંથી એક છે જે 1861 માં ગાયકવાડ શાસક મહારાજા ખંડેરાવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. જેને ૯ જાન્યુવરી ૨૦૧૦ ના રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ કર્યા હતા.

રેલવે-સ્ટેશન ની નજીક માં એમ.એસ. યુનિવર્સિટી (મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી) આવેલ છે અને એના થોડાક અંતરે સયાજીબાગ(કમાટીબાગ) છે. રેલ્વે-સ્ટેશન ના થોડાક અંતર માં દરેક પ્રકાર ની હોટેલો ઉપલબ્ધ જે બહાર થી આવેલા પ્રવાસીઓ તથા મિટિંગ માટે આવેલા બિઝનેસ મેન માટે દરેક પ્રકાર ની સુવિધા પુરી પડે છે. આ દરેક હોટલો ૨૪ કલાક કાર્યરત હોય છે.  રેલ્વે-સ્ટેશન ની આસ-પાસ ના વિસ્તાર માં હેવમોર , પિઝા હોટેલ્સ, એટીએમ અને ફાસ્ટ ફૂડ ની વિવિધ પ્રકાર ની દુકાનો ઉપલબ્ધ છે. જો તમે એગ એટલે કે ઇંડા ખાવાના શોખીન હોવ તો રેલવે-સ્ટેશન ના “પ્લેટફોર્મ નંબર ૫” ની નજીક રાતના સમય માં પણ તમને સરળતા થી મળી શકે છે.

રેલવે-સ્ટેશન થી ખૂબ જ  નજીક અને યુવાન હૈયા નું મનપસંદ સ્થળ એટલે ડેરી-ડેન સર્કલ જ્યાં રાત ના સમય માં લોકો ટી-પાર્ટી (ચા) ની મોજ માણે છે. એની સાથે સાથે વિવિધ પ્રકાર ના નાસ્તા તથા જમવા માટેની નાની -નાની એવી દુકાનો છે. તો આવો વડોદરા શહેર માં તમારા મિત્રો તથા પરિવાર સાથે અને માણો અહીં ની નાઈટ લાઈફ ને  જે મેટ્રોસિટી કરતા ખૂબ જ અલગ અને સાંસ્કૃતિક છે… વિચાર કરજો એક વખત આવી નાઈટ લાઈફ માટે.

About the author

Mehul Parmar