વડોદરાના રાત્રી બજારની મટકા બિરયાની કેમ યુવાનોમાં લોકપ્રિય થતી જાય છે?

મટકા બિરયાની એક સ્વાદિષ્ટ અને એક નવા પ્રકાર વાનગી છે જે સૌથી વધારે યુવાનોમાં લોકપ્રિય છે. જેથી કરીને  મટકા બિરયાની એ યુવાનોને ખુબ ઘેલા કર્યા છે. હવે તમને એવું થતું હશે કે મટકા બિરયાની રાત્રી બજારની કેમ? તો મિત્રો આ વાનગીનો સ્વાદ તમને આખા વડોદરામાં રાત્રી બજાર સિવાય ક્યાય નહિ મળે. મટકા બિરયાની ખાધા પછી તમારું મન ખુશ કરી દે તે પ્રકારની વાનગી છે.

હવે થોડી વાત વડોદરાના રાત્રિ બજારની વાત પણ કરી લઈએ.

વડોદરા મહાનગર સેવાસદન રાત્રિ બજાર નું આયોજન કરેલ છે. સ્થળ ખુલ્લા મેદાનની જેમ છે જેમાં ત્યાં ઘણી મિની ફૂડ ઝોન આવેલાં છે. રાત્રિ બજાર માં ખુબ વિશાળ બેસવાની જગ્યા છે અને અહીંયા પાર્કિંગ ની વ્યવસ્થા પણ ખુબ સારી છે. અહીં તમને વિવિધ પ્રકારની મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ ઉપલબ્ધ છે જેમ કે પંજાબી, ચાઈનીઝ, પિઝા, પાસ્તા, વગેરે. સ્થાન મુંબઇના જુહુ ચોપાટીનો અનુભવ કરાવે છે. જેમ નામ સૂચવે છે તે પ્રમાણે સ્થળ આખી રાત્રીથી લઇને સવારના ૪-૫ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

ચાલો તો હવે મટકા બિરયાની ની વાત કરીએ.

મટકા બિરયાની ખુબ મસાલેદાર ડિશ છે. ડિશ માં એક નાની મઢુલી હોય છે અને એ મઢુલીમાં બિરયાની છલોછલ ભરેલી હોય છે. અને એની ઉપર ચીઝ  છીણી ને આપવામાં આવે છે. અને સાથે અડદ નો પાપડ એ રીતે ગોઠવવામાં આવ્યો હોય છે કે ડીશ દેખાવ માં ખુબ જ આકર્ષક લાગે છે. તમે એક વાર આખી ડીશ ધ્યાન થી જોશો તો તમને એવું જ લાગશે કે આખી ડીશ માં સ્વચ્છતા હડતાળ પર ઉતરી આવી છે. અને એની સાથે અથાણું, ચટણી, દહીં, વગેરે ખાવાં ની ખુબ મજા આવે છે. મટકા બિરયાની પણ અલગ અલગ પ્રકાર ની આવે છે જેમ કે મટકા ચીઝ બિરયાની, મટકા ચીઝ પનીર બિરયાની,વગેરે.

અને વાનગીની માત્રા પણ એટલી બધી હોય છે કે વ્યક્તિ આરામથી ખાઈ શકે છે. જેથી તેમને સસ્તું પણ પડે છે. મારવાડી ફૂડ ઝોનનું મટકા બિરયાની રાત્રિ બજારમાં ખુબ પ્રખ્યાત છે. રાત્રી બજાર માં બીજા પણ મટકા બિરયાની બનાવે છે પણ મારવાડી ફૂડ ઝોન જેવો ટેસ્ટ તો નહિ જ. રાત્રિ બજાર એમ.એસ.યુનિવર્સિટીથી નજીક પડે છે એટલે હોસ્ટેલ માં રહેતા વિદ્યાર્થીઓમા તે ખુબ લોકપ્રિય છે.

યુવાનોમાં બસ એક બહાનું જોઈએ બધા મિત્રો ભેગા થવાનું. અને એમાં પણ જો મિત્રોને પાર્ટી આપવાની વાત હોય તો સૌ પ્રથમ પસંદગી તેમની રાત્રી બજાર ની મટકા બિરયાની હોય છે. મટકા બિરયાની ની વાત આવે એટલે યુવાનોમાં એક અલગ જ પ્રકારનું જોશ આવી જાય છે અને તેમના પગ અને મન આ વાનગી ખાવા માટે થનગણી ઉઠે છે. આમતો રાત્રી બજાર માં મટકા બિરયાની ખાવા માટે યુવાનોની ખુબ જ ભીડ હોય છે પરંતુ નવરાત્રી અથવા ગણેશ ઉત્સવ જેવા તહેવારોમાં યુવાનો વધારે પ્રમાણમાં આવે છે કેમ કે રાત્રી બજાર જ એક એવું સ્થળ છે કે રાત્રીના કોઈ પણ સમયે તમને મટકા બિરયાની ખાવા મળશે.

તો મિત્રો જો તમે રાત્રી બજાર ની મટકા બિરયાની જો હજી સુધી ના ખાધી હોય તો એક વાર અચૂક મુલાકાત લેજો અને મને નીચેના કમેન્ટ્ બોક્ષ માં જણાવજો કે તમારો અનુભવ કેવો રહ્યો રાત્રી બજારના મટકા બિરયાનીનો.

 

About the author

Mihir Patel