હોટલ સંગમ: ઠંડી રાતોમાં માણો ગરમ દાળ મખણી નું આસ્વાદ

દાળ મખણી નામ સાંભળતા જ  મોઢામાં પાણી આવી ગયુંને જીહા હોટેલ સંગમ ની દાળ મખણી ખાવાની મજા જ કાંઈક અલગ છે. હોટેલ સંગમનો પરિચય આપી દઉં તો હોટેલ સંગમ વડોદરામાં હરણી-હાલોલ રોડ પર આવેલી છે. એવું કહેવું પણ ખોટું નથી કે વડોદરામાં દાળ મખણી સંગમ હોટેલ જેવી બીજી કોઈ જગ્યાએ તમને નહિ મળે. માટે કોઈક વાર સંગમ હોટેલની દાળ મખણી ખાઈ આવજો મજા પડી જશે. પણ હા એક વાતનું ધ્યાન રાખવું કે જ્યાં સ્વાદિષ્ટ અને ગરમાગરમ વાનગી મળતી હોય ત્યાં થોડીવાર રાહ જોવી પડે.

વાર-તહેવારે દાળ મખણી ની મજા

હોટેલ સંગમમાં દરરોજ ઓછામાં ઓછું એક કલાકથી વધુ વેઈટીગ હોય છે જયારે વાર તહેવારે ઓછામાં ઓછું બે ત્રણ કલાકનું વેઈટીગ હોય છે. તો પણ સ્વાદરસિકો રાહ જોઇને પણ દાળ મખણી ખાવાનો સ્વાદ માણે છે. હોટેલ સંગમની દાળ મખણીનો સ્વાદ જ કાંઇક અલગ છે સાહેબ. શિયાળામાં રાત્રે તમારે જો ઠંડી ઉડાડવી હોય અને ગરમાગરમ કંઇક ખાવું હોય તો સીધા જ સંગમ હોટેલ પહોંચી જવું ત્યાં તમને દાળ મખણી ગરમા ગરમ સાથે પરોઠા અને રોટલી મળી જશે અને તે ખાવાથી ઠંડી પણ ઉડી જશે અને જલસા પડશે તે તો અલગ જ.

સ્વાદિષ્ટ દાળ મખણી બને છે કેવી રીતે અને અને ક્યાંની વાનગી છે??

તો વાસ્તવમાં દાળ મખણી પંજાબી વાનગી છે. દાળ મખણી પંજાબ રાજ્યની સૌથી લોકપ્રિય વાનગી છે. દાળ મખણી આખા કાળા મસુર, રાજમા, માખણ અને ક્રીમની બને છે. દાળ મખણી બની ગયા પછી તેની પર માખણ અથવા દહીથી સજાવટ કરવામાં આવે છે. અને સ્વાદાનુસાર તીખી ચટણી નાખીને તમે દાળ મખણી ચટાકેદાર બનાવી શકો છે. જેનાથી દાળ મખણી દેખાવમાં સારી લાગે છે અને એને જોઇને જ ખાવાનું મન થઇ જાય છે.

દાળ મખણીનો ઈતિહાસ જોઈએ તો દાળ મખણી સૌપ્રથમ પંજાબીઓ દ્વારા બનાવવામાં આવતી હતી અને તેને હવે એક પ્રચલિત ભારતીય વાનગી તરીકે ઓળખવામાં આવે છે. અને હવે તો દાળ મખણી વિદેશમાં પણ જોવા મળે છે. દાળ મખણીને દરેક પ્રદેશ પ્રમાણે વિવિધતા આપવામાં આવે છે. મુખ્યત્વે દાળ મખણીની લોકપ્રિયતા તેની વૈવિધ્યતાને કારણે છે. દાળ મખણી શુદ્ધ શાકાહારી છે તેને કારણે તેની લોકપ્રિયતા વધારે છે.

દાળ મખણી બનાવવાની પ્રક્રિયા લાંબી છે જેને પૂર્ણ થવા માટે બહુ લાંબો સમય લાગે છે. જેને કારણે લોકો ઘરે ઓછી બનાવે છે અને બહાર વધારે ખાવા જાય છે.  દાળ મખણીના ચાહકો જન્મદિવસની ઉજવણી હોય કે અન્ય કોઈ પણ ઉજવણી હોય તેઓ સંગમ હોટેલની દાળ મખણી ખાવા પહોંચી જ જાય છે પછી ભલે ને ગમે તેટલી રાહ જોવી પડે.

અંતમાં કહીએ તો શિયાળામાં ખવાતી સૌથી લોકપ્રિય વાનગીમાં દાળ મખણીનું સ્થાન મોખરે આવે છે. રાત્રે ઠંડીમાં ગરમાગરમ દાળ મખણી ખાવાની મજાજ કાંઈક અલગ છે. અને તે ખાવા માટેનું ઉત્તમ સ્થળ વડોદરામાં હોટેલ સંગમ જ છે.

About the author

Mihir Patel