અલ્લાહ રખા સેવ મમરા : માણો ચોવીસ કલાક સ્વાદિષ્ટ મોજ

સેવ મમરા જોવામાં અને ખાવામાં ભલે આજના ફાસ્ટફૂડ જેવા ના હોય પણ ગુજરાતીઓના નાસ્તામાં તો એની એક અલગ જ જગ્યા છે. નાના બાળકોથી લઇ ને દાદા-દાદી સુધીના લોકો મમરા પૌવા જેવો નાસ્તો રોજ કરતા હોય છે. પણ આજે વાત કરીએ એક એવા સેવ મમરાની જેને આખું વડોદરા સ્વાદ લઇ ને ખાઈ છે અને એ છે અલ્લાહ રખા સેવ મમરા.

અલ્લાહ રખા સેવ મમરા : કેવી રીતે થઇ શરૂઆત?

ધોરીમાર્ગ ૮ માં પ્રવેશતા ટોલ નાકા પાસે છાણી વિસ્તારમાં આવેલા મારુતિ કોમ્પ્લેક્સમાં સર્વોદય હોટેલ દુકાન નં ૧૨/૧૩ ની ખાસિયત છે એ આ સેવ મમરા. એક એવું સ્થળ જે ૧૯૬૨ થી દિવસ રાત ૨૪ કલાક આ વિશિષ્ઠ નાસ્તાની સેવા આપે છે.
દુકાનમાં અપાતી વિવિધ સેવાઓ જેવી કે શુદ્ધ શાકાહારી ભોજન, સસ્તા ભાવ, ૨૪ કલાક સેવા, ઉત્તમ ભોજન, અનુકૂળ વિસ્તાર વગેરે બધાના આકર્ષણ નું કેન્દ્ર છે. અહીં સેવ મમરા સાથે અપાતું કચુંબર જેમાં ડુંગળી, ટામેટા, કેરી થી એનો સ્વાદ જ અનોખો બની જાય છે. અહીંયા બધા અલગ અલગ પ્રકારના સેવા મમરા લોકોના નાસ્તા માટે તૈયાર હોય છે. એમાં પણ લસણના સેવ મમરા માટે લોકોનું વિશેષ આકર્ષણ છે. આ ઉપરાંત ચીઝ ના સેવ મમરા પણ લોકો ની મન ગમતી વાનગીમાંની એક છે. એમાં પણ ત્યાં ની ચા સાથે આ સેવ મમરા ખાવા ની મઝા કંઈક ઓર જ છે.

અલ્લાહ રખા સેવ મમરા : મિત્રોનું સંગમ સ્થળ

આજ ના યુવાનોમાં નાસ્તો અને તેના માટે કંઈક અલગ જગ્યા એ મહત્વ ની વાત બની ગઈ છે. જ્યાં તેઓ પોતાના મિત્રો સાથે સમય વિતાવી શકે છે અને ગપ્પા મારતા મારતા કંઈક નવી વાનગી ખાઈ શકે. અલ્લાહ રખા સેવ મમરા આ માની એક જગ્યા છે. વડોદરાવાસિયોના મનમાં અલ્લાહ રખા સેવ મમરા એક અલગ જ જગ્યા છે. ત્યાં ગયા પછી ઓર્ડર માં સેવ મમરા નઈ કેટલા અને ક્યાં સેવ મમરા જોઈએ છે આ બોલવા નું રહે છે.
દિવસ રાત ખુલ્લી રહેતી આ જગ્યા પર કોઈ પણ સમયે લોકો ની ભીડ જોવા મળે છે. યુવાનો થી માંડી ને મોટી ઉંમર ના લોકો ની પણ આ મનપસંદ જગ્યા છે. સ્વાદના શોખીન વડોદરાવાસિયો રજાના દિવસોમાં આ જગ્યા પર ભેગા મળીને સેવ મમરાનો સ્વાદ માણે છે. વડોદરા ના યુવાનો માટે રાત્રીના હેંગ આઉટની એક જગ્યા આ પણ છે. જ્યાં ગરમ ગરમ ચા સાથે સેવ મમરા આપણી રાહ જોતા હોય છે.
ઓફિસમાં થતી પાર્ટી હોય કે, જન્મદિવસની ઉજવણી કે પછી ગણેશ ચતુર્થી, નવરાત્રી, ધુળેટી જેવા કોઈ ખાસ પ્રસંગ. લોકો ના મનમાં અલ્લાહ રખા ના સેવ મમરા આવે જ આ ખાસિયત છે આ સેવ મમરા ની.
અલ્લાહ રખા સેવ મમરા જો વડોદરા ના સ્વાદ રસિકો ને આટલાં મન પસંદ છે તો ચાલો આપણે પણ તેના સ્વાદનો અનુભવ લઈએ કંઈક નવું ખાવા ની મઝા તો આવે જ અને આવશે જ આ આશા સાથે આજનો આ લેખ તમને ગમશે. તો આવી અવનવી રસપ્રદ વાતો સાથે ફરી મળીશુ. ત્યાં સુધી સેવ મમરા ખાઈએ.
About the author

Bhargav Pandya