ગુજરાત શિક્ષણ બોર્ડની એવી પોલંપોલ જે તમારે જાણવી જોઈએ!

ગુજરાતમાં દર વર્ષે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માટે બોર્ડની પરીક્ષા ઉજવાય છે. હવે, પરીક્ષામાં નકલ થવી તો આમ બાબત ગણાય. આમ પણ, આપણે જોતા આવીયે છે કે દર વર્ષે કેવી રીતે બિહાર જેવા રાજ્યમાં વિદ્યાર્થીઓને ચોપડી થી માંડીને પરીક્ષા લાગતું સાહિત્ય પરીક્ષાખંડમાં ચેક અંદર સુધી સિફતતાપૂર્વક પહોંચાડવામાં આવે છે.

Bihar Copy

Source: The Hindu

કિન્તુ, આ વાત બિહારની નહિ, આપણા પોતાના રાજ્ય ગુજરાતની છે. ગુજરાત શિક્ષણ બોર્ડ એ નોંધ્યું છે કે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન નકલના કિસ્સાઓમાં ઘણી કમી આવી છે. પણ પરિસ્થિતિ જોવા જઇયે તો ખરેખર કંઈક જુદી જ છે. તો ચાલો જોઈએ, શું થઇ રહ્યું છે ગુજરાતમાં આજકાલ! અને શું થયું આવું, ૨૦૧૭-૨૦૧૮ ની બોર્ડની પરીક્ષામાં જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે.

કુલ ૧૬૬૨ નકલ ના કિસ્સાઓ ૨૦૧૭-૨૦૧૮ ના વર્ષમાં નોંધાયા!

પેહલાની વાત કરીએ, તો કદાચ તમને આ સંખ્યા બહુ નાની લાગશે. કેમ કે પેહલા આ આંકડો ઘણો મોટો હતો. અને આ આંકડા ઉપરથી જ ગુજરાત શિક્ષણ બોર્ડે એવું નક્કી કરીને જાહેર કરી દીધું કે ગુજરાતમાં નકલ ઓછી થાય છે. પણ, હવે બોર્ડની જ એક તરકીબ થી, ગુજરાતના શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે. અને, ૧૪૦૦ જેટલા નકલના નવા કિસ્સા ધ્યાનમાં આવ્યા છે જે પેહલા કદી સરકારી ચોપડે નોંધાયેલા નહોતા.

સીસીટીવી થી ખુલ્યો રાઝ!

તમે તો જાણતા જ હશો કે હવે ના આધુનિક યુગમાં બધે સીસીટીવી કેમેરા લાગી ગયા છે. આપણા બાળકો પણ જે શાળામાં અભ્યાસ કરે છે, ત્યાં પણ સીસીટીવી હોય છે અને પરીક્ષાખંડમાં પણ. ગુજરાત શિક્ષણ બોર્ડનો એવો નિયમ છે કે બોર્ડની પરીક્ષા પછી દરેક ડીસ્ટ્રીકટ એડયુકેશન ઓફિસર એ આ સીસીટીવી તપાસવાના હોય છે. જેથી કરીને, એવા કિસ્સાઓ ધ્યાનમાં આવે જેમાં વિદ્યાર્થીઓ પકડાયા નથી.

અતિસંવેદનશીલ મનાતા દાહોદ, ગીર-સોમનાથ, અરવલ્લી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જેવા સેન્ટરોમાં આ પોલંપોલ પકડાઈ છે. શિક્ષણ બોર્ડે પણ, પરિસ્થિતિને સમજતાં આ સેન્ટરોના ડી.ઈ.ઓ ને નોટિસ પાઠવી છે કે એમને કેમ સસ્પેન્ડ કરવામાં ના આવે.

કેવી રીતે પકડાઈ આ પોલંપોલ?

બોર્ડે, ગુપ્ત રીતે ગાંધીનગર અને અમદાવાદની બે ઇજનેરી કોલેજોમાં ભણતાં વિદ્યાર્થીઓને આવા પરીક્ષાખંડોની સીસીટીવી ફુટેજની સીડી આપી હતી. એ વિદ્યાર્થીઓએ સીડી તપાસી આ નકલ કાંડનો પર્દાફાશ કર્યો હતો. ઉલ્લેખનીય છે, કે ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓને સીડી દીઠ રૂ. ૫૦/- તપાસ કરવા માટે આપ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે, કે આવી શિકાયતો પણ થઇ હતી કે વિવિધ વિસ્તારના ડીઈઓ આવા નકલ કરતાં વિદ્યાર્થીઓને સજા ના કરવાના ભાગરૂપે રૂ. ૨૫૦૦૦/- થી માંડી રૂ. ૧ લાખ સુધીની માંગણી કરે છે. ગુજરાત જેવા અત્યંત વિકાસશીલ રાજ્ય માટે, આવા કિસ્સા નોંધાવવા ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે.

 

 

About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!