ગુજ્જુભાઈ ધ ગ્રેટ: પિક્ચરની સમીક્ષા અને અન્ય જાણવા લાયક બાબતો

ગુજ્જુભાઈ ધ ગ્રેટ ઇશાન રેંડેરિયા દ્વારા નિર્દેશિત એક 2015 ગુજરાતી કોમેડી ફિલ્મ છે. તે નક્ષત્ર મનોરંજન દ્વારા પ્રસ્તુત છે અને દેવેન્દ્ર એન. પટેલે સિદ્ધાર્થ રેંડેરિયા પ્રોડક્શન્સ સાથે જોડાણ કર્યું છે. પિકચર હિટ ગઈ છે, કિન્તુ એની અનેક બાબતો જાણવા જેવી છે. અને એજ બાબતોનો ઉલ્લેખ કરતો અમારો આજનો લેખ છે, ગુજ્જુભાઈ ધ ગ્રેટ: પિક્ચરની સમીક્ષા અને અન્ય જાણવા લાયક બાબતો. તો ચાલો જોઈએ, આ પિકચરની થોડી ગમ્મત વાડી તેમજ અફલાતૂન વાતો.

ગુજ્જુભાઈ ધ ગ્રેટ: શું છે પિકચરની વાર્તા?


આ પિકચર ગુજ્જુભાઈ સ્ટેજ નાટકોના સુપર હિટ ફ્રેન્ચાઇઝી પર આધારિત આ ફિલ્મ કૉમેડી ડ્રામા છે. હસમુખ ગાંધીનું જીવન જીવવાનું એક અનેરું ગણિત છે: આનંદ લો અને આનંદ માણો. પરંતુ તેમના તાણ-મુક્ત જીવનમાં વિક્ષેપ ત્યારે આવે છે જ્યારે તેમની પુત્રી તનિષા તેના બોયફ્રેન્ડ, મોન્ટુ સાથે ઘરે આવે છે.

જ્યારે ગાંધી પરિવારમાં દરેકને મોન્ટુના પ્રેમ એ ઘેલું લગાડેલું હોય છે, ત્યારે હસમુખ તેમને સહેજ પણ ગમતો નથી. તેમની પુત્રી પેલા મોન્ટુના પ્રેમજાળમાં ના ફસાય એ માટે હસમુખે તેના માટે સંસ્કારી છોકરો શોધી કાઢ્યો છે. બકુલ બૂચ, હસમુખના મહેનતુ મેનેજર હંમેશા તનિષા માટે દિલના એક ખૂણામાં પ્રેમ ધરાવે છે પરંતુ તે કોઈ પણ સ્ત્રી સાથે વાત કરવા માટે ક્યારેય હિમ્મત નથી કરી શક્યા, તો તનિષા જોડે વાત કરવાની હિમ્મત કઈ રીતે કરી શકે.

હસમુખએ બકુલમાં પરિવર્તન લાવવાનું સંકલ્પ લીધું અને એની ઉપર કાર્ય શરુ કર્યું. તે એક સરસ ‘ગુજજુ’ છે. હસમુખ એ સારી રીતે જાણે છે કે બકુલ એમની દીકરીની સારી સંભાળ લેશે. મુશ્કેલી એ છે કે કોઈને તેમની આ પસંદગી મંજૂર નથી.

હસમુખ એવી ઘટનાઓની શ્રેણીમાં મૂકે છે જે ટૂંક સમયમાં તેના નિયંત્રણમાંથી ભયંકર રીતે, કેટલાક તદ્દન અનપેક્ષિત પરિણામો સાથે બહાર જવાનું શરૂ કરે છે. બકુલ પાસે શાંત રહેવા સિવાય બીજો કોઈ પણ વિકલ્પ નથી. અને મજા ત્યારે આવે, જ્યારે મોન્ટુ દરેક વળાંક પર એમની સામે ઉભો હોય.

તેમની આ કુતરા બિલાડાની રમત, રમત પૂરતી મર્યાદિત હોત તો બરાબર હતું. કિન્તુ, પોલીસે હસમુખ અને બકુલને શંકાસ્પદ આતંકવાદીઓ ગણી ને એમની તપાસ કરવાની ચાલુ કરી અને એમની પાછળ પડી ગયા.  એમની દરેક હિલચાલ પર પોલીસની આંખ રહેવા લાગી. અને પછી ચાલુ થાય છે, એક એવો તમાશો જેનો દરેક પળ તમને જરૂરથી રમૂજ અપાવશે. ક્યારેક ખોટા કિસ્સાઓ, જાસૂસી, અંડરવર્લ્ડ ડોન અને સોનાના કંકણની વિચિત્ર કથા સાથે જણાવેલી છે. શું બકુલ તનિષાનું મન જીતી શકશે? બસ આજ વસ્તુની આગળ પાછળ ફરે છે, પિકચરની આખી વાર્તા.

ગુજ્જુભાઈ ધ ગ્રેટ: ક્યારે થઇ હતી રિલીઝ અને કેવો રહ્યો જનતાનો પ્રતિસાદ ?


ફિલ્મ માટે નો સત્તાવાર પોસ્ટર 18 ઓગસ્ટ 2015 ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. પ્રથમ ટ્રેલર ૨૫ ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ ઑનલાઇન રિલીઝ થયો. આ ટ્રેલરને પ્રેક્ષકો દ્વારા હકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયો. ૧૮ સપ્ટેમ્બરના રોજ ગુજરાત, મુંબઇ અને પુણેમાં આ ફિલ્મ રિલીઝ થઈ. પ્રથમ સપ્તાહમાં સકારાત્મક પ્રતિક્રિયા જોતાં, દિલ્હી, ગુડગાંવ, ઉદયપુર, હૈદરાબાદ, વિજયવાડા, ઇન્દોર, બેંગ્લોર, નાગપુર અને કોલકાતામાં પણ ફિલ્મ રિલીઝ કરવામાં આવી. આવી રીતે, ગુજ્જુભાઈ ધ ગ્રેટ પિકચર એ પ્રેક્ષકોના મનમાં સારી રીતે જગ્યા મેળવી.


હૉલીવૂડના જમાનામાં આજે જ્યારે ગુજરાતી ફિલ્મોદ્યોગ મૃતઃપ્રાય હતું, એમાં આવી રીતે, ગુજ્જુભાઈ ધ ગ્રેટ જેવી પિકચર એ ઢોલિવૂડનાં ઢોલને સતત ધબકતું રાખ્યું છે. આશા છે, આવી પિકચરો આવતી રહેશે અને આપણું મનોરંજન કરતી રહેશે.

અસ્તુ

About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!