શ્રી રામ ટમ ટમ વાળા: અતિ સ્વાદિષ્ટ ફરસાણ મેળવવાનું સ્થળ

વડોદરા માં ખાવાની વાત માં સોંથી પ્રખ્યાત મસ્ત મજાનું અને ફરસાણ સ્વરૂપ બનેલું ટમ ટમ આપતું એક માત્ર સ્થળ એટલે “શ્રી રામ ટમ ટમ વાળા”. છેલ્લા ૫૦ વર્ષથી વડોદરાના શહેરીજનોમાં પ્રખ્યાત અને આજે પણ એજ સ્વાદ અને ગુણવતામાં મળતું ટમ ટમ વડોદરા વાસીઓના દિલમાં વસી ગયું છે. આવો જાણીયે કે કેમ આ આટલું પ્રખયાત છે? આની શરૂવાત કેવી રીતે થઈ?

શ્રી રામ ટમ ટમ વાળા – શું કહે છે ઇતિહાસ?

૧૯૪૭ ના સમયમાં વાડી ની નાની એવી શેરીમાંથી શ્રીરામ દુર્ગા પ્રસાદ ગુપ્તા અને તેમના ધર્મ-પત્ની કમલાબેન ગુપ્તા દ્વારા ટમ ટમની શરૂવાત કરવા માં આવી હતી. ટમ ટમ જે તે સમયમાં ઘરે બાનવી ને શ્રીરામ દુર્ગા પ્રસાદ વાડી તથા ચોખંડીની શેરીમાં માથે ટોપલી મૂકી ને વેચવા જતા હતા.. ૧૦-૧૫ વર્ષની મેહનત તથા પરિશ્રમ પછી વાડી અને ચોખંડીની શેરીઓમાં વેચાતું એ ટમ ટમ આજે કંસારા પોળ, ચોખંડીમાં એક દુકાન જેનું નામ “શ્રી રામ ટમ ટમ વાળા” છે ત્યાં મળે છે.

શ્રીરામ દુર્ગા પ્રસાદ વ્યવસાય વિસ્તૃત થઈ ગયા પછી ટમ ટમની ગુણવત્તાની અને માંગને કારણે કેટલીક વધુ વસ્તુઓનો સમાવેશ કર્યો હતો. અગાઉ તે હાથથી ટમ ટમ તૈયાર કરતા હતા ત્યારબાદ તેમણે મશીનની મદદથી એજ ગુણવતા વાળું ફરસાણ આપવાની શરૂવાત કરી. મિત્રો આ દુકાન ની શરૂવાત પણ એજ શ્રીરામ દુર્ગા પ્રસાદ કરી છે. વર્ષ ૨૦૦૬ માં જયારે દુકાન ની શરૂવાત થઈ તેના થોડા સમય માટે જ તે જીવી શક્યા. એમના નિધન બાદ આજે પણ કમલાબેન કાઉન્ટર પર આખો દિવસ બેસે છે અને તેમના દ્વારા બનાવવામાં આવેલા ટમ ટમ ની દેખ રેખ-રાખે છે.

શ્રી રામ ટમ ટમ વાળા – કેવા કેવા ટમટમ તથા ફરસાણ મળશે?

તો આવો જાણીયે એ વિવિધ પ્રકાર ના ટમ ટમ તથા ફરસાણ વિશે? શ્રી રામ ટમ ટમ વાળા આજે ખાલી ટમ ટમ નહિ પણ બધી પ્રકાર ના ફરસાણ તથા વિવિધ પ્રકારના ટમ ટમ રાખે છે. ફરસાણ જેમાં સીંગ ભજીયા, મિક્સ કઠોળ, તીખી સેવ, જાડા મઠિયા, ચણા દાળ, લિમ્બુ-મરી સેવ, રતલામી સેવ, લશન-ભાખરવડી, મિની ભાખરવડી, તીખા ગાંઠિયા, માખણ ભખરવાડી, મરીનો સમાવેશ થાય છે. ગાંઠિયા, મગ દાળ, ભાવનગર ગાંઠિયા, મિકસ ટમટમ, વિશેષ ખખરા, નાયલોન પાપડી, મસાલા ચકરી, ગહુ ચકરી, ચણા ચોર ગરમ, કેળાના વેફર્સ, મદ્રાસ વેફર્સ, માખણ ચકરી, ફારસી પૂરી, માલબાર સેવ, મેઠી પુરી, ભદરાન મૂંગ, લિલો-સુકો ચેવડો, સૂકી કચોરી, સુકા સમોસા, દાલ મોઠ, નડિયાદી મિક્સ, સોલાપુરી ચેવડો અને મિક્સ ટમ ટમ (શાકભાજી અને ફળ સાથે) નો સમાવેશ થાય છે.

છેલ્લા અઢી વર્ષના સંશોધન અને ગ્રાહકો પાસેથી મળેલી માહિતીના આધારે આજે ટમ ટમ અને ફરસાણમાં થોડો ઘણો ફેરફાર કર્યો છે. જેના કારણે આજે શ્રીરામ ટમ ટમ વાળા વડોદરાના દરેક વિસ્તાર તથા અલગ અલગ શહેરોમાં ખ્યાતનામ થયું છે. અહીં ગ્રાહકની પસંદગી પ્રમાણે ના વિવિધ પ્રકાર ના સ્વાદ ઓફર કરવામાં આવે છે. આ પ્રકારના સ્વાદમાં થોડુંક મિશ્રણ કરીને એજ સ્વાદ ને સાચવવામાં આવે છે. જેના થી શ્રીરામ ટમ ટમ ની ગરિમા જળવાયેલી રહે.. શ્રીરામ ટમ ટમ ના ફરસાણ આજે દરેક પ્રકારની મોટી કે નાની, ખાનગી કે બિન-ખાનગી કંપનીમાં તથા મોટી અને નાની શાળાઓ અને બેંકમાં, તથા દરેક વર્ગના યુવાનો તથા વૃધો દ્વારા વખાણવામાં આવે છે.

ટમ ટમ આજે ઘણા બધા હાઈટેક મશીનો અને કારીગરોની મદદથી બનાવવામાં આવે છે. જેમાં દરેક તહેવાર અને ઋતુ પ્રમાણેના અલગ અલગ ટમ ટમ અને ફરસાણ બનાવવામાં આવે છે. સાથે સાથે વિદેશ પાર્સલની સુવિધા પણ કરવામાં આવે છે. જેથી વિદેશ જતા વડોદરા વાસીઓ તથા તેમના સગા-સંબધીયો માટે ટમ ટમ ઉપલબ્ધ થઇ શકે. શ્રી રામ ટમટમ વાળા એટલે અતિ સ્વાદિષ્ટ ફરસાણ મેળવવાનું સ્થળ માત્ર ને માત્ર વડોદરા માં જ. તો હવે ટમ ટમ અને શ્રીરામ ટમ ટમ વિશે જાણી ગયા હશો તો જાવ ટમ ટમ અને ફરસાણ લાવો અને તમારા મિત્રો તથા કુટુંબી જનો સાથે આનંદ સાથે ખાઓ અને મોજ માણો.

About the author

Mehul Parmar