મહાકાળી સેવ ઉસળ: વડોદરાના સ્વાદ રસિકોનું માનીતું સ્થળ

કોઈને પણ પૂછો, વડોદરામાં ખાવા માટે જાણીતું શું, તો મોઢા પર પેહલો શબ્દ આવશે સેવ ઉસળ. અને એમાં પણ, ખાવા માટેની સહુથી શ્રેષ્ઠ જગ્યા કઈ? તો મહાકાળી સેવ ઉસળ સિવાય બીજો કોઈ ઉત્તર તમને નહિ મળે. તો ચાલો, આજે તમને લઇ જઈએ એક નવા નજરાણા પર. જ્યાં તમને મળશે, તમારી જીભ અને મન ને સંતોષવાની રસપ્રદ જાણકારી. અમારા આજના લેખમાં મહાકાળી સેવ ઉસળ: વડોદરાના સ્વાદ રસિકોનું માનીતું સ્થળ.

મહાકાળી સેવ ઉસળ – શું કહે છે ઇતિહાસ?

આજથી અંદાજે ૩૦ વરસ પેહલા, બે ભાઈઓ દ્વારા શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં સેવ ઉસળની લારી ચાલુ કરવામાં આવેલી. આજે એજ સેવ ઉસળ વડોદરા શહેરની ઓળખ સમાન બની ગયું છે. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં જિલ્લાના વિવિધ ગામોમાં થી આવતા વિદ્યાર્થીઓ બસ માટે ભેગા થાય છે. અને ત્યાં જ જો એમને, તીખું તમતમતું સેવ ઉસળ મળી જાય, તો જીવનમાં બીજું શું જોઈએ. બસ આજ ઉદ્દેશ સાથે થઇ હતી, મહાકાળી સેવ ઉસળની શરૂઆત.

બદલાતા જમાના સાથે, સેવ ઉસળમાં પણ ખુબ જ પરિવર્તન આવી છે. હવે તમને વિવિધ પ્રકારના સેવ ઉસળ આરોગવા મળી શકે છે. સેવ તરી, ચીઝ સેવ ઉસળ, બટર સેવ ઉસળ, પોહા ઉસળ, ભજીયા ઉસળ અને ઘણું બધું. એટલે તમે સેવ ઉસળમાં તમારા પ્રમાણે ફેરબદલ કરી શકો છો.

સ્વાદ બદલવા માટે તમારી પાસે તરી, લસણની ચટણી અને ટામેટરની ચટણી હોય જ છે. અધૂરામાં પૂરું લીંબુ નીચોવીને ડુંગળીમાં કાળી મરી નાખીને ખાવાની મજા જ કાંઈક અલગ છે. લોકોની જરૂરિયાતો અલગ અલગ હોય. એમ તમે તમારી જરૂરિયાત પ્રમાણે સેવ ઉસળ બનાવી શકો છો.

મહાકાળી સેવ ઉસળ – કઈ રીતે માણશો મેહમાન નવાઝી?


 

જો તમે મહાકાળી સેવ ઉસળ પર પેહલી વાર સેવ ઉસળ ખાવા જતા હોય, તો તમને અમુક વસ્તુઓની તકેદારી રાખવી પડે એમ છે. નહીંતર, તમે લોકોના હાસ્યનો ભોગ બનશો.

Mahakali Sev Usal Vadodara Baroda

  • સર્વપ્રથમ, રસો જ્યારે તમારી સામે આવે, ત્યારે તમારે પ્લેટમાં રસો કાઢી લેવો. એમાં તમારે તમારી જરૂર પ્રમાણે વટાણા, ચટણી, લીંબુનું પાણી અને ડુંગળી ઉમેરવાની.
  • પછી પાવનો પેકેટ ખોલી તમારે ચાલુ પડી જવાનું. એક એક બટકા કરી પ્લેટમાં પલાળવાના. રસો બરાબર શોષાઈ જાય, એટલે આરોગવાનું.
  • જરૂર પડ્યે તમે એક્સટ્રા રસો અને વટાણા મંગાવી શકો છો. ખરેખર, સેવ ઉસળ ખાતા તમને ખુબ જ સારી અનુભૂતિ થશે.

મહાકાળી સેવ ઉસળ એટલે મિત્રોનું સંગમ સ્થાન


સેવ ઉસળ એકલા ખાવા કરતા, મિત્રો સાથે ખાવામાં વધારે મજા આવે. એક મોટું ગ્રુપ સાથે જમવા બેઠું હોય અને હરીફાઈ જામે કે કોણ વધારે પાવ ખાશે. ખરેખર, મહાકાળી સેવ ઉસળ સાથે ઘણા મિત્રોની યાદગીરી જોડાયેલી છે. કૉલેજકાળમાં વડોદરાનું દરેક યુવાધન ઓછામાં ઓછું એક વખત તો ત્યાં ગયું જ હશે. અને માણી હશે, મહાકાળી સેવ ઉસળની મોજ.

વડોદરા, એ સંસ્કારી નગરી છે. અને સેવ ઉસળ એ સસ્તું અને ઉત્તમ ભોજન છે. હવે તો નગરના ઠેર ઠેર સેવ ઉસળની લારીઓ ઉભી રહે છે. પણ જે મજા અને સ્વાદની અનુભૂતિ, તમને મહાકાળી સેવ ઉસળ પર મળશે. એવી બીજે ક્યાંય નહિ મળે. આશા છે કે તમને પણ સેવ ઉસળની મિજબાની ગમશે. બાકી, સેવ ઉસળ તો દરેક બરોડિયનના દિલ માં વસતું આવ્યું છે અને વસતું રહેશે.

આવી બીજી રસપ્રદ જાણકારીઓ માટે, જોડાયેલા રહો અમારી સાથે.

About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!