વડોદરાની ઉત્તરાયણ: દુનિયામાં ના જોવા મળે એવો ઉત્સવ

ઉત્સવપ્રિય મારી વડોદરા નગરી. હિન્દૂ ધર્મમાં આવતા અનેકો તહેવાર અને તહેવાર ઉજવવાનો વડોદરા વાસીઓનો જોમ કદી ના ખૂટે. આવો જ એક વિશિષ્ટ તહેવાર છે ઉત્તરાયણ. અત્યંત લોકપ્રિય એવો આ તહેવારની ઉજવણી ભારે ઉત્સાહ સાથે થાય છે. તો ચાલો જાણીએ અમારા લેખમાં, કઈ રીતે ખાસ છે વડોદરાની ઉત્તરાયણ: દુનિયામાં ના જોવા મળે એવો ઉત્સવ.

વડોદરાની ઉત્તરાયણ : કઈ રીતે થાય છે ઉજવણી?

દરેક તહેવાર ઉજવવાની એક રીત હોય છે. લોકો, પોતાની અનુકૂળતા પ્રમાણે એમાં ફેરફાર કરે. તો ચાલો જાણીએ, કઈ રીતે થાય છે વડોદરાની ઉત્તરાયણ ની ઉજવણી.

ચાલો હરાજીમાં

Vadodara Haraji

શરૂઆત થાય છે પતંગ લેવા થી. આપણા મોજીલા વડોદરાના વીરો પતંગ લેવા પણ ઠાઠથી જશે. શહેરના પતંગ બજાર ગેંડીગેટ પાસે યોજાતી હરાજી, વડોદરાના પતંગવીરો માટે પતંગ લેવાનું માનીતું સ્થળ છે. બોલીઓ બોલાતી જાય અને પતંગો વેચાતી જાય. માનવ મહેરામણ ઉભરાય છે પતંગ લેવા માટે. એ પણ તહેવારની આગલી રાતે. આ છે અમારા વડોદરાનો ઉત્સાહ.

વહેલી સવારથી મોડી રાત સુધી

Vadodara Kite Festival

રાતે ભલે મોડા સુતા હોય, પણ ઉત્તરાયણની સવારે આપણા ગરવી ગુજરાતી પતંગવીરો ઉઠવામાં સહેજ પણ મોડું નહિ કરે. અમુક ઉત્સાહીઓ તો સવારે ચાર વાગે ત્યાં થી ઉઠીને ધાબે પતંગ અને ફીરકી લઈને ચડી જાય. અને રાતે જ્યાં સુધી રાતે બા ખેંચીને નીચે ના લાવે, ત્યાં સુધી ઉપર જ ચડી રહે. રાતે ધાબા પર લાઇટ્સની વ્યવસ્થા કરે અને ધોળી પતંગો રાત માટે સાચવીને રાખે.

ધાબા પરની પાર્ટી

Terrace Party on Uttarayan

અને ધાબા પર યોજાતી પાર્ટીઓ કોણ વિસરી શકે. છોકરાઓ નીચે નથી આવતા, એટલે માતા પિતા પોતે ઉપર જઈને છોકરાઓ અને મિત્રો સાથે પાર્ટીની મજા માને. સ્પીકર પર ગાયન વાગતા હોય, બધા સાથે નાચતા હોય અને વિવિધ વાનગીઓની મોજ માણતા હોય. આવો આનંદ, ભાગ્યે જ તમને કોઈ તહેવારમાં મળશે. ઘણી વખત તો તમને નવરાત્રીનો પણ અનુભવ થઇ શકે છે.

વડોદરાની ઉત્તરાયણ : શું છે ખાસિયતો?

અને દરેક શહેરની હોય છે તહેવાર ઉજવવાની ખાસિયતો. એવી જ ખાસિયતો છે, વડોદરાની ઉત્તરાયણ ની. જે અત્રે તમારી સમક્ષ પ્રસ્તુત છે.

ઊંધિયું જલેબી

Undhiyu-and-Jalebi-in-Uttarayan

મમરાના લાડુ, સેવ, શેરડી અને બોર તો ખરા જ. પણ પાક્કા ભોજન વિના ગરવી ગુજરાતીઓને ના ચાલે. કદાચ આજ કારણ છે, કે દશેરામાં ફાફડા જોડે ફરતી જલેબી ઉત્તરાયણમાં ઊંધિયા સાથે આવી જાય છે. ઊંધિયા પર સુરતી લાલાઓ ભલે હક જમાવટ હોય, કિન્તુ બરોડિયન ઊંધિયાની મિજબાની માણવામાં સહેજ પણ સંકોચ કરતા નથી. ધાબા પર ગરમાગરમ ઊંધિયું સેવ અને જલેબી સાથે ખવાય છે.

પ્રજ્વલિત આકાશ

અને માત્ર નવરાત્રી જ નહિ, વડોદરાની ઉત્તરાયણ તમને દિવાળીનું પણ અનુભવ કરાવશે. સૂર્યાસ્ત થતા જ તમને આકાશમાં પ્રજ્વલિત થતા તુક્કલો અને ગુબ્બારા દેખાવા લાગશે. સંપૂર્ણ આકાશમાં તારાઓ જાણે નીચે આવી ગયા છે, એવો આભાસ તમને થશે. વડોદરાવાસીઓ અહીંયા સુધી ના અટકતા, રોકેટ અને ફટાકડા ફોડવામાં પણ અચકાતા નથી. ઠેર ઠેર સંપૂર્ણ આકાશ રોશનીથી ઝળહળી ઉઠે છે. આ પળ, તમને એક અનેરો અનુભવ કરાવશે, જે તમે કદી વિસરી નહિ શકો.

આશા છે, તમને અમારું આ લેખ ગમ્યું હશે. અને ગમ્યું હશે, વડોદરાના લોકો ઉત્સાહ. વડોદરાની ઉત્તરાયણ નો અનુભવ કરીને, તમને જરૂરથી અહીંયા આવવાની ઈચ્છા થતી હશે અથવા ઉત્તરાયણ ઉજવવા માટે થનગનતા હશો. જોડાયેલા રહો અમારી સાથે, આવા લેખો વાંચવા અને વડોદરાના સારી રીતે જાણવા માટે.

About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!