કઈ રીતે રસલપુર અને સિંધરોટ ધરાવે છે વડોદરાની હોળીમાં મહત્વનું સ્થાન?

વડોદરા શહેર જ્યાં દરેક પ્રકારના તહેવાર હર્ષોઉલ્લાસ થી માનનાવવામાં આવે છે અને અહીંયા દરેક તહેવાર ની મજા માણવા માટે અલગ અલગ સ્થળો પણ એટલા જ પ્રખ્યાત છે. વાત આવે જયારે હોળી તથા ધુળેટી ની ત્યારે યાદ આવે છે વડોદરા માં આવેલું સિંધરોટ તથા રસલપુર.

સિંધરોટ


આવો આજે જાણીયે કે હોળી તથા ધુળેટી એ કેમ પ્રખ્યાત છે અને આ સ્થળ કમ જાણીતું છે આ તહેવાર માટે. સિંધરોટ એ વડોદરા શહેર થી અંદાજિત ૧૦ કિમિ ના અંતરે આવેલ છે. આમ જોવા જઇયે ત્યારે આ બાબત જાણવા જેવી છે કે આ સિંધરોટ ની ખાસિયત શું છે? અને કેમ લોકો ત્યાં જવા માટે પ્રેરાય છે. સિંધરોટ એ મહી નદી ઉપર બાંધવામાં આવેલો પાણી સંગ્રહ કરવાનો ડેમ છે.

પરંતુ આ ડેમ ની ખાસિયત એ છે કે આ ડેમ ની આસપાસ ખુબ સરસ પ્રકારની મન ને મોહિત કરનારી જગ્યા છે. જેમ કે આપણ ને ત્યાં ખુબ સરસ પ્રકારના વૃક્ષો તથા નાની ટેકરીઓ પણ જોવા મળે છે જેના લીધે ત્યાં નું વાતાવરણ ખુબ જ ઠંડુ રહેતું હોય છે. આ એક કારણ છે ત્યાં વધુ પ્રમાણ માં પર્યટકો આવે છે. વાત કરીયે કે આ કેમ હોળી તથા ધુળેટી માટે પ્રખ્યાત છે, એનું એક કારણ એ છે આ ડેમ નું પાણી. આ ડેમ એ પાણી સંગ્રહ કરવા માટે તથા વડોદરા વાસિયોં ની જરૂરિયાત પુરી પડે છે. હોળી-ધુળેટી ના સમય પર આ જગ્યા તરવા માટે નું સ્વિમિંગ પૂલ બની જાય છે. બીજી ખાસિયત એ છે કે આ ડેમ નું પાણી ખુબ જ સ્વચ્છ છે જેના લીધે તમે ત્યાં મોજ મજા પણ માણી શકો છે.

એ ઉપરાંત હોળી ધુળેટી ના સમય પર સિંધરોટ ની આસપાસ નાની મોટા કાર્યક્રમ પણ યોજાવવામાં આવતા હોય છે. જેના કારણે મોટાભાગ ના વડોદરા વાસિયોં આ જગ્યા પર આવતા હોય છે.સિંધરોટ માં ખુબ જ સરસ પ્રકરની વાનગીઓ પણ ખાવા મળતી હોય છે
જે આ સ્થળ ને મહત્વ નું બનાવવા માં ખુબ જ સરસ પ્રકારની ભૂમિકા ભજવે છે. સિંધરોટ ને “ધ હેવેન ઓફ વડોદરા”પણ કહેવામાં આવે છે જેનો મતલબ થાય છે “વડોદરા પર નું જન્નત” આ તો વાત થઇ સિંધરોટ ની આવી જ એક બીજી જગ્યા છે જે ધુળેટી માટે ખુબ જ પ્રખ્યાત છે

રસલપુર


વડોદરા તથા આણંદ શહેર ની સરહદ પર આવેલું રસલપુર. આ સ્થળ પર થી જ મહીસાગર નદી નો પ્રવાહ એના આગળ ની દિશા તરફ જાય છે. રસલપુર ધુળેટી ના સમયમાં એના વહેતા ગરમ પાણી માટે પ્રખ્યાત છે કારણ કે જયારે વડોદરા વાસિયોં ગુલાલ થી રમી ને થાકી જાય છે ત્યારે આ સ્થળ એમની થકાવટ દૂર કરીને એમનામાં એક નવી ઉર્જા નો સંચય કરે છે. અને એમને ફરી એક વાર ધુળેટી રમવા માટે પ્રેરિત કરે છે. આ સ્થળ ખુબ જ શાંત જગ્યા ઉપર આવેલું છે આ સ્થળ પર તમે ખુલ્લા દિલથી મોજ મજા કરી શકો છો તથા આ સ્થળ એ ખુબ જ વિશાળ છે જેના કારણે ત્યાં ભલે જેટલી માત્ર માં પર્યટકો આવ્યા હોય પણ તમારું સ્વાગત આ સ્થળ ખુલી જગ્યા થી જ કરે છે. એટલા માટે જ અહીંયા ધુળેટી માં ઘણી માત્રા માં પર્યટકો જેવા મળે છે.

એ ઉપરાંત આ જગ્યા પર તમને ધુળેટી ના દિવસે મસ્ત મજાની ઠંડાઈ પણ પીવા મળે છે જે ખુબ જ મનમોહક હોય છે. અને ખાવા પીવા ની વસ્તુ ઓ અહીંયા ખુબ સરસ પ્રમાણ માં મળી રહે છે જેનો આનંદ તમે ધુળેટી રમતા રમતા ઉઠાવી શકો છો. આ સ્થળ પર મોટાભાગ ના પર્યટકો પોતાના પરિવાર સાથે આવતા હોય છે કારણ કે આ એવી પ્રખ્યાત જગ્યા છે વડોદરા વાસિયોં માટે જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે હર્ષોઉલ્લાસ થી સમય વિતાવી શકતા હોય છે.


પિકચર સૌજન્ય – હિસ્ટ્રી ઓફ વડોદરા

About the author

Krunal Chudasama