વડોદરાની નવરાત્રી: માતાજીના નવ દિવસની અનોખી ઉજવણી

વડોદરા – સંસ્કારીનગરી, કલાનગરી, ઉત્સવપ્રિય નગરી અને ઘણું બધું. આ શહેરને જેટલા પણ બિરુદ આપો, એટલા ઓછા છે. આવો જ એક વિષય આપની સામે આજે પ્રસ્તુત કરવાના છે, જે છે વડોદરાની નવરાત્રી: માતાજીના નવ દિવસની અનોખી ઉજવણી. વડોદરાની નવરાત્રીની સોડમ, આખા ગુજરાતમાં પ્રસરાય છે. ઠેર ઠેર યોજાતા શેરી ગરબા ઉપરાંત, ઘણા મોટા પાયે યોજાતા વિવિધ મંડળોના ગરબા. તમને અહીંયા, બધા જ પ્રકારના ગરબા જોવા મળશે.

વડોદરાની નવરાત્રી – એક ઝલક

જ્યાં સુધી ગરબાની વાત છે, વડોદરાની દૂર દૂર સુધી કોઈની પણ જોડે પ્રતિયોગિતા નથી. વર્ષ ૧૯૮૬ થી યોજાતા યુનાઇટેડ વે ના ગરબા દુનિયાભરમાં પ્રખ્યાત છે. એ સિવાય, નવલખી ગ્રાઉન્ડ હોય કે પછી બીજા ઘણા બધા મંડળો. દરેક જગ્યા એ માનવ મહેરામણ ઉભરાય છે અને માં ની ભક્તિ છલકાય છે.

યુનાઇટેડ વે બરોડા


યુનાઈટેડ વે બરોડા એ ૧૯૮૬ માં ભારતની પ્રથમ સ્થાનિક યુનાઈટેડ વે છે. ૩૦ વર્ષ પહેલાં યુનાઇટેડ વે બરોડાની સ્થાપના યુનાઇટેડ વે ઇન્ટરનેશનલ અને યુનિસેફના સમર્થનમાં બરોડા સિટિઝન્સ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી. યુનાઇટેડ વે બરોડા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ ૧૯૯૮ અને એફસીઆરએ હેઠળ નોંધાયેલી છે.

United Way Garba Baroda

જાણીતા ગાયક શ્રી અતુલ પુરોહિત ના તાલ વૃંદ ઉપર નાચતા સહુ કોઈ, એમના રૂડા અવાજમાં જાણે ખોવાઈ જાય છે. એક લાખથી વધારે ખેલૈયાઓ જ્યારે એક સાથે તાળી પાડે, ત્યારે એક અલગ જ પ્રકારનો આભાસ થાય છે. ખરેખર, આવી એકતા લોકો વચ્ચે હંમેશા હોતી હોય તો!

છેલ્લા ત્રણ દાયકાથી, યુનાઇટેડ વે બરોડા ગુજરાતમાં અને આસપાસના ઓછા વિશેષાધિકૃત લોકોના જીવનની ગુણવત્તામાં ટકાઉ સુધારણા માટે સમુદાયો, સ્થાનિક એનજીઓ અને સરકારને ટેકો આપે છે. આમ, વડોદરાની નવરાત્રી માત્ર જલસો જ નહિ, કિન્તુ સમાજ ઉપયોગી કાર્યોમાં પણ ભાગીદારી કરે છે.

ફાઈન આર્ટસ કૉલેજ એમ.એસ.યુનિવર્સિટી


એમ.એસ યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજાતા આ ગરબામાં મહત્તમ કૉલેજના વિદ્યાર્થીઓ હોય છે. લલિત કલાના વંશીય ગરબા હંમેશા ગરબા ચાહકો માટે એક આકર્ષણ રહ્યો છે. ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓ, એમએસયુ નવરાત્રીની નવ રાતો દરમિયાન ગરબામાં ગોઠવે છે અને ભાગ લે છે.

ફાઈન આર્ટસ કૉલેજની લાક્ષણિકતાઓ બધાથી અનન્ય છે. પણ ગરબા માત્ર ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત અને કોઈ ગાયન પર કરવામાં આવે છે. ખેલૈયાઓ મોટેભાગે ફાઇન આર્ટ્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે જે ખાસ કરીને ગરબા રમવા માટે આવે છે. પોતાના સર્વે મિત્રો સાથે ગરબે ઝુમવું કોને ના ગમે? બસ, આજ કારણોસર, ખાસ કરીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ફાઈન આર્ટ્સના ગરબા ખુબ જ મનગમતા છે.

વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ, નવલખી ગ્રાઉન્ડ


વડફેસ્ટના આયોજનના ભાગરૂપ યોજાતા, વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ, નવલખીના ગરબા બહુ જ જાણીતા થયા છે. વર્ષ ૨૦૧૧ થી શરુ થયેલું આ ગરબાનું આયોજન, નવલખી ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવે છે. આમ તો નવલખી પર પેહલા થી જ ગરબાનું આયોજન થાય છે. કિન્તુ, આ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ચાલુ થયા પછી, કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા છે.

આ ગરબાના આયોજનથી જેટલું પણ ફંડ ભેગું થાય છે, એ પોલીસ પરિવારોના ઉત્કર્ષમાં વપરાય છે. કારણ કે કાર્યક્રમના આયોજનમાં પોલીસ ડીપાર્ટમેન્ટ મહત્વનો ભાગ ભજવે છે. ગરબા સ્થળ પરની જે સજાવટ છે, એ કાબિલ એ તારીફ છે. તદુપરાંત, યુવાઓનો થનગનાટ અને ગરબે ઘુમતા વૃંદ ઉપરનું આહદલક નૃત્ય એક અનેરો સંયોગ સાંપડે છે.

માં શક્તિ ગરબા મહોત્સવ


સંવેદન ચેરીટેબલ ટ્રસ્ટ અને જયેશભાઇ ઠક્કરના ઉપક્રમે આયોજિત થતું મા શક્તિ, જમીનમાં સૌથી વધુ સંખ્યામાં નર્તકો ધરાવવાના લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામે છે. જયારે આ રેકોર્ડ બન્યો ત્યારે ગ્રાઉન્ડમાં હાજર નર્તકોની સંખ્યા લગભગ ૩૮૮૫૦ હતી. આમ આ રીતે, માં શક્તિ વિશ્વભરમાં પ્રસિદ્ધિ ધરાવે છે.

વડોદરાના સમતા વિસ્તારમાં આયોજિત થતા આ ગરબા પણ સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે. એટલે, તમે જે પાસના પૈસા આપશો, એ યોગ્ય જગ્યા એ વપરાશે.

વડોદરાની નવરાત્રી – ખાસિયતો

આ બધા પ્રચલિત સ્થળો ઉપરાંત, બીજી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તમે નવરાત્રીની મોજ માની શકો છો. જાણો વડોદરાની નવરાત્રીની અમુક વાતો:

  • વડોદરામાં અનેક સ્થળોએ નાના છોકરાઓ માટે પણ ગરબા થાય છે. જ્યાં માત્રને માત્ર નાના છોકરાઓ જ ભાગ લઇ શકે.
  • શેરી ગરબા પણ વડોદરામાં ખુબ જ પ્રમાણમાં થાય છે. વિવિધ શેરી ગરબા ના લીધે, લોકોને એમના ઘરની નજીક જ ગરબાનો લ્હાવો મળે છે.
  • નવરાત્રીનો સમય, ખાઉધરા લોકો માટે ભરપૂર આનંદનો સમય હોય છે. વિવિધ પ્રકારના વ્યંજનો જેમકે પાપડી નો લોટ, પાણીપુરી, વડાપાંવ અને ઘણું બધું. જો તમને પણ ખાવાનું શોખ છે, તો આવી જાવ વડોદરા.

વડોદરાની નવરાત્રીનો લ્હાવો તમને ખુબ જ ઉમદા અનુભવ આપશે. તો આવી જાઓ અને માણો માં ની ભક્તિ નો પર્વ.

About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!