વડોદરાનું ગણેશોત્સવ – ગણપતિ બાપ્પાની આરાધનાનું પર્વ

રૂપાળી સંસ્કારી નગરી વડોદરા. નગરી સંસ્કારી છે, એટલે તહેવારો ઉજવવાની રીતભાતો પણ બધા કરતા કૈક જુદી હોવાની જ. ઉપરથી ગાયકવાડી શાસનની રીતભાતો, એટલે વહેવાર અને બોલચાલમાં મરાઠી સંસ્કૃતિ ની ઝલક દેખાય જ. હવે તમે જ વિચારો, કેવું હશે વડોદરાનું ગણેશોત્સવ તથા એનો સ્વરૂપ! એની જ ઝલક આજે બતાવીશુ અમારા આજના લેખ વડોદરાનું ગણેશોત્સવ – ગણપતિ બાપ્પાની આરાધનાનું પર્વ માં.

વડોદરાનું ગણેશોત્સવ – કઈ રીતે લોકો કરે છે ઉજવણી?

ઉપર જેમ લખ્યું એમ, વડોદરાનું ગણેશોત્સવ થોડો અલગ રીતે ઉજવાય છે. સર્વે ધર્મના લોકો સાથ સહકાર સાથે મળે અને પ્રેમપૂર્વક તહેવાર ઉજવે છે. જાણો કઈ રીતે લોકો કરે છે ગણેશોત્સવની ઉજવણી:

  • ગણેશોત્સવ ચાલુ થાય એના મહિના પૂર્વેથી તડામાર તૈયારીઓ ચાલુ થઇ જાય. મંડપની સજાવટ, મૂર્તિયોની બનાવટ અને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર થાય.
  • સહુથી વધારે ઉત્સુકતા કયો ડી.જે. વાળો આવશે એના ઉપર હોય. મૂર્તિ લેવા અને વિસર્જન કરવા જતા એજ વસ્તુનો તો સહુથી વધારે ઉત્સાહ હોય છે યુવાનો માં! મહિનાઓ પૂર્વેથી ડી.જે. બુક થઇ જાય. એવો અનેરો ઉત્સાહ જોવા મળશે તમને વડોદરાના યુવાનોમાં.
  • જેમ જેમ ગણેશોત્સવ નજીક આવે, યુવાનો તૈયારીઓ કરવા માંડે. દર વર્ષે અલગ અલગ થીમ ઉપર સજાવટ કરવામાં આવે. પોતાનું મંડળ કઈ રીતે બધા કરતા સારું નજરે પડે, એવી ઈચ્છા બધામાં હોય છે.
  • પેહલા સમય આવે છે મૂર્તિ લેવા જવાનું. ડી.જે. ની તાલે ઝૂમતા યુવાનો ઉત્સાહભેર મૂર્તિ લેવા જાય. થનગનાટ કરતા બાપ્પાનું સ્વાગત થાય. આખો શહેર બાપ્પાનું સ્વાગત કરવા માટે રસ્તા ઉપર આવી જાય છે. અને શાન સાથે પધરામણી થાય છે આપણા લાડીલા ગણપતિ બાપ્પાની.
  • પછી ચાલુ થાય બાપ્પાની આરાધનાનું પર્વ. દસ દિવસ સુધી ગણેશજી આપણું આતિથ્ય માણે. રોજે સવારે અને સાંજે આરતી માટે બધા ભેગા થાય. ક્યાં જોવા મળશે આવી એકતા તમને કોઈ બીજા તહેવાર માં?
  • પછી સમય આવે, મૂર્તિના વિસર્જનનું. અલગ અલગ સમય પ્રમાણે, લોકો પોતપોતાની મૂર્તિનું વિસર્જન કરે છે. દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને દસ દિવસ. એમ બધાનો સમય અલગ હોય.
  • વિસર્જનમાં પણ લોકો ઉત્સાહભેર ભાગ લે. અમુક લોકો તો દુઃખમાં રડી પણ પડે છે. આવી છે ગણપતિ બાપ્પાની ભક્તિની મહિમા અને લોકોનો એમના પ્રત્યેનો પ્રેમ.

વડોદરાનું ગણેશોત્સવ – શું છે ખાસિયતો?

વડોદરામાં જેમ અલગ અલગ તહેવારો, અલગ અલગ રીત પ્રમાણે ઉજવાય છે. એમ વડોદરાનું ગણેશોત્સવ પણ થોડું વિશિષ્ઠ છે. જાણો શું છે ખાસિયતો:

  • વડોદરાનું ગણેશોત્સવ પરસ્પરના સહયોગ સાથે ઉજવાય છે. લોકો એક બીજાના મંડળમાં ગરબા જોવા જાય. ગણપતિ બાપ્પા સાથે સેલ્ફી પડાવે. તથા, મોદક અને વિવિધ પ્રકારની મીઠાઈઓ તો ખરી જ.
  • બે મંડળ વચ્ચે હરીફાઈ ભલે હોય, કિન્તુ ક્યારેય પણ કટુતા મનમાં વચ્ચે આવતી નથી. ઉપરાંત, કોર્પોરેશન તથા વિવિધ રાજકીય અગ્રણી પણ ઈનામોની જાહેરાત કરે.
  • રાતે ગણપતિના મંડપની પાસે ગરબા, ભજન, સંગીત તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય. નાના છોકરાઓની રમતોનું આયોજન પણ થાય છે. વિવિધ રમતમાં જીતનાર બાળકોનું સમ્માન પણ કરવામાં છે.
  • આ રીતે બધા જોડે ભેગા થઈને ગણેશોત્સવની ઉજવણી કરે છે. ખરેખર, ઘણી વાર આ શહેરના રહેવાસી હોવાનું ખુબ જ ગર્વ થાય છે.

તો મિત્રો, આ હતું વડોદરાનું ગણેશોત્સવ. જે પ્રેમપૂર્વક અને સૌહાર્દ સાથે દર વર્ષે ઉજવાય છે. આશા છે, તમને પણ આ લેખ ગમ્યું હશે અને ગમ્યું હશે, વડોદરા નો પ્રેમ.

About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!