વડોદરાનું દશેરા: દશેરાની ઉજવણી સંસ્કારીનગરી વડોદરામાં

દશેરા, હિન્દુઓનું પવિત્ર તહેવાર છે. અને વડોદરા, ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે. એટલે દશેરાની ઉજવણી પણ ધમાકેદાર જ થવાની. સાથે સાથે સંસ્કારો પણ જળવાય અને જૂની રીતો પણ નિભાવાય, એજ રીતે થાય છે વડોદરાનું દશેરા: દશેરાની ઉજવણી સંસ્કારીનગરી વડોદરામાં. તો આવો, જોઈ લઈએ એક ઝલક, કે શું ખાસ છે વડોદરાના દશેરામાં.

વડોદરાનું દશેરા – શું કરે છે લોકો?

કોઈ પણ તહેવાર, એના વિધાન પ્રમાણે યોજવવું અત્યંત આવશ્યક છે. એજ રીતે, દશેરા ઉજવવાની પણ એક રીત છે. જે આ પ્રમાણે છે:

  • સર્વપ્રથમ તો લોકો વહેલી સવારે ઉઠી, પોતાનું ઘર તથા ગાડી સાફ કરે છે. દશેરાના દિવસે તમને દરેક ગાડી પર સાથિયો અને ફુલહાર દેખાશે.
  • પછી, પોતાના દુકાન, કારખાના કે વ્યવસાયિક સ્થળ પર પૂજા રાખે. ક્ષત્રિયો શસ્ત્રપૂજન કરે. પૂજા પછી, ફાફડા જલેબીની જયાફત ઉડાવવામાં આવે. વડોદરાવાસીઓ દશેરાના દિવસે ત્રણ કરોડ રૂપિયાના ફાફડા જલેબી ખાઈ જાય છે.
  • સાંજે શહેરમાં વિવિધ સ્થળો પર રાવણદહનનો કાર્યક્રમ થાય. જેમાં શહેરવાસીઓ રંગે ચંગે ભાગ લે. આખો શહેર હર્ષોલ્લાસથી વિજયદશમીની ઉજવણી કરે છે.

પોલો ગ્રાઉન્ડ પર આયોજિત થતી ભવ્ય રામલીલા


વડોદરાનું દશેરા, જો એની કોઈ સહુથી વધારે ખાસ વાત હોય, તો તે છે શહેરના મધ્યે આવેલ પોલો ગ્રાઉન્ડ પર યોજાતી ભવ્ય રામલીલા. શહેરના જ કલાકારો દ્વારા યોજાતી આ રામલીલા જોવાનો અનેરો ઉત્સાહ શહેરવાસીઓમાં હોય છે.

સાંજના ૪ વાગે ત્યારથી જ પોલો ગ્રાઉન્ડ બાજુ ભીડ થવાની ચાલુ થઇ જાય છે. લોકો સ્થળ પર ભેગા થાય. જેમની પાસે પાસ હોય એ બેસે, બીજા બધા ઉભા રહે. પછી, રામલીલાની શરૂઆત થાય. એક એક કરીને કલાકારો સ્ટેજ પર આવે. કાર્યક્રમના અંતમાં મુખ્ય મહેમાનના હસ્તે રાવણદહન કરવામાં આવે.

વડોદરાની રામલીલા બહુ જ પ્રખ્યાત છે. ખરેખર, આવા શહેરના રંગરોગાન જોઈ, ભલભલાને અહીંયા જ વસી જવાની ઈચ્છા થાય.

વડોદરાનું દશેરા: બોલો શું ખાસો મિત્ર?


ખાવાના શોખીનો માટે પણ દશેરા ખુબ જ મહત્વનો તહેવાર છે. એક રાત પેહલાથી જ ફૂટી નીકળતી ફાફડા જલેબીની દુકાનો, સ્વાદના શોખીનોને ઉમદા અનુભવ કરાવે છે.

  • રીતિ રિવાજો ઉપરાંત, વડોદરાનું દશેરા ખાવવા માટે પણ વિખ્યાત છે. ફાફડા જલેબી તો ખરા જ કિન્તુ, બીજી પણ ઘણી બધી વસ્તુઓ પણ ખવાય. સમોસા, ખમણ અને ઘણું બધું.
  • ફાફડાની જોડે એની કઢી તથા મરચું, એક ઉત્તમ સંયોગ છે. અને તીખું લાગે ત્યારે જલેબી ખાઈ લેવાની, એક અલગ જ પ્રકારની મજા છે.

તો આ હતું વડોદરાનું દશેરા અને એની અમુક વાર્તાઓ. આશા છે કે તમને આ નજરાણું ગમશે. વડોદરા ઉત્સવપ્રિય નગરી છે અને અહીંયા દરેક તહેવારો મસ્ત રીતે ઉજવાય છે. દરેક શહેરની પોતાની તહેવાર ઉજવવાની રીત હોય છે. વડોદરા એમાં અપવાદરૂપ નથી.

About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!