વડોદરાની નાતાલ : કલાનગરીમાં ઈશુના જન્મની ભવ્ય ઉજવણી

આપણું વડોદરા, એક કલા નગરી, એક સંસ્કારી નગરી અને ઉત્સવપ્રિય નગરી તરીકે જાણીતી છે. અત્યારે, જયારે આપણે બધા નાતાલ ઉજવી રહ્યા છે, ત્યારે વડોદરામાં નાતાલ કઈ રીતે ઉજવાય છે, એ જાણવાની ઉત્સુકતા તો તમને જરૂરથી જ હશે. અત્રે પ્રસ્તુત છે અમારો લેખ, વડોદરાની નાતાલ : કલાનગરીમાં ઈશુના જન્મની ભવ્ય ઉજવણી જેમાં અમે તમને બતાવીશુ, નાતાલની ઉજવણી અમારા પોતાના વડોદરામાં.

વડોદરાની નાતાલ : કઈ રીતે થાય છે ઉજવણી?

વડોદરામાં નાતાલની ઉજવણી બધા એક સાથે ભેગા મળીને કરે છે. જેમ હિંદુઓમાં વિવિધ સમાજ હોય છે, એવી જ રીતે દરેક ખ્રિસ્તી કોઈક ને કોઈક ચૂર્ચનો સભ્ય હોય. એકજ ચર્ચના સભ્યો, એકબીજાના ઘરે જાય અને પ્રાર્થના કરે છે. વિવિધ પ્રકારની વાનગીઓ તો ખરી જ! લોકો આવતા જતા નાતાલના ગીતો, જેને આપણે કેરોલ્સ તરીકે ઓળખીએ છે, એને પણ ગાતા જાય. આ રીતે, એક અત્યંત રમણીય વાતાવરણ ઉભું થાય છે.

નાતાલની રાતે, લોકો અલગ અલગ જગ્યા પર ભેગા થાય. ભલે તે પછી ગમે તે જાતિ કે ધર્મના હોય, બધા ભેગા મળીને ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી કરે. જો તમને વડોદરાની નાતાલ ની સહુથી ભવ્ય ઉજવણી જોવી હોય, તો તમારે ફતેહગંજ વિસ્તારમાં અચૂક લટાર મારવી જોઈએ. કિન્તુ, નાતાલની ઉજવણી ચર્ચ વગર અધૂરી છે. તો ચાલો જાણીએ, વડોદરામાં આવેલ અમુક ચર્ચ વિષે.

વડોદરામાં આવેલા ચર્ચ

અત્રે પ્રસ્તુત છે વડોદરાના અમુક ચર્ચની યાદી, જ્યાં લોકો ભેગા થઈને કરે છે વડોદરાની નાતાલ ની ઉજવણી. જાણો આ ચર્ચ વિશેની અધભૂત તથા રસપ્રદ જાણકારી. આશા છે, તમને જરૂરથી ગમશે.

૧. અવર લેડી ઓફ રોઝરી ચર્ચ

રોઝરી સ્કૂલમાં આવેલ, અવર લેડી ઓફ રોઝરી ચર્ચમાં નાતાલની ઉજવણી માટે શાળામાં ભણેલા જુના વિદ્યાર્થીઓથી લઈને, વર્તમાન વિદ્યાર્થીઓ પણ ભેગા થાય છે. બધા વર્તમાન તથા પૂર્વ વિદ્યાર્થો તથા શિક્ષકો સાથે ભેગા મળી, એક સાથે નાતાલની ભવ્ય ઉજવણી કરે છે. આવો સંગમ તમને દુનિયાભરમાં બીજે ક્યાંય જોવા નહિ મળે.

૨. ડોન બોસ્કો ચર્ચ

મકરપુરા વિસ્તારમાં આવેલ ડોન બોસ્કો હાઈ સ્કૂલના પ્રાંગણમાં આવેલ ડોન બોસ્કો ચર્ચ શાળાના વિદ્યાર્થીઓ માટે એક અતૂટ શ્રદ્ધાનો કેન્દ્ર છે. નાતાલની રજા પડે એ પૂર્વે, શાળાના બધા વિદ્યાર્થીઓ પ્રાર્થના કરી નાતાલની ઉજવણીની શરૂઆત કરે. રજાઓ દરમિયાન પણ શ્રદ્ધાળુઓ ભેગા થઈને પ્રાર્થના કરે.

૩. દ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ

ફતેહગંજના અબ્બાસ તૈયબજી રોડ પર આવેલ, દ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ પણ શહેરભરના શ્રદ્ધાળુઓને નાતાલના દિવસે આકર્ષે છે. જાતિ કે ધર્મના ભેદભાવ વગર સહુ કોઈ હર્ષોલ્લાસ સાથે નાતાલની ઉજવણી કરે છે.

૪. સંત જેમ્સ ચર્ચ

શહેરના વી.આઈ.પી રોડ પર, અત્યંત રમણીય વાતાવરણમાં આવેલ, સંત જેમ્સ ચર્ચ ખ્રિસ્તીઓના આસ્થાનું પ્રતીક છે. ૧૮૨૫ ના વર્ષમાં સ્થપાયેલ, પોતાના ૧૯૨ વર્ષના ગૌરવશાળી ઇતિહાસનો સાક્ષી આ ચર્ચ ની ખુબસુરતી માણવી રહી.

૫. શેરોન મેથોડિસ્ટ ચર્ચ

અત્યંત જૂનું અને એક ગૌરવશાળી ઇતિહાસનું પ્રતીક, શેરોન મેથોડિસ્ટ ચર્ચ એની યાદગીરી સાથે હજી અડીખમ ઉભું છે. હરિયાળી વચ્ચે, કલાનો એક ઉત્તમ નમૂનો પુરી પાડતી એક ઇમારત. નિઝામપુરાના ભક્તિ નગરમાં આવેલું આ ચર્ચ, નાતાલમાં ઘણા શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષે છે.

તો મિત્રો, આ હતી વડોદરાની નાતાલ . જે પ્રેમપૂર્વક અને સૌહાર્દ સાથે દર વર્ષે ઉજવાય છે. આશા છે, તમને પણ આ લેખ ગમ્યું હશે અને ગમ્યું હશે, વડોદરા નો પ્રેમ.

About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!

Ankura - December 25, 2017

Merry Christmas to you my baby… I m proud of u..

Comments are closed