વડોદરાનું થર્ટી ફર્સ્ટ : સયાજીની નગરીમાં થતી નવા વર્ષની ધામધૂમ ભરી ઉજવણી

વડોદરા, આપણું શહેર આપણી ધડકન. દરેક તહેવાર જ્યાં પ્રેમપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે, એવા સમયમાં જયારે નવું વર્ષ આપણા આંગળે આવી ઉભો છે, ત્યારે ચાલો જાણીએ વડોદરાનું થર્ટી ફર્સ્ટ : સયાજીની નગરીમાં થતી નવા વર્ષની ધામધૂમ ભરી ઉજવણી વિષે અમારા આજના વિસ્તૃત લેખમાં. આશા છે, તમને અમારો આ લેખ જરૂર ગમશે, અને ગમશે વડોદરાના લોકોનો પ્રેમ અને સૌહાર્દ.

વડોદરાનું થર્ટી ફર્સ્ટ : કઈ રીતે થાય છે ઉજવણી?

થર્ટી ફર્સ્ટ ની રાતે, વડોદરામાં ઠેર ઠેર લોકો ભેગા થાય. મિત્રો, પરિવાર તથા પ્રિયજનો સાથે લારીઓ પર અને હોટલોમાં સ્વાદરસિકો વિવિધ પ્રકારની વાનગીઓની મિજબાની માણે. અમુક નગરો, પોળો તથા સોસાયટીઓમાં ડી.જે નું આયોજન પણ કરવામાં આવે છે. અને ડી.જી ની સાથે સાથે સમૂહ જમણવાર તથા સ્વાદિષ્ટ નાસ્તો તો ખરો જ. અને આ રીતે, લોકો એક સાથે ભેગા મળી નવા વર્ષને વધાવે. રસ્તા પર, માનવ મહેરામણ ઉભરાય. શહેરનો દરેક વિસ્તાર થર્ટી ફર્સ્ટના રોજ તમને ભરેલો દેખાશે. લોકો ફટાકડા ફોડે, ચિચિયારીઓ પાડે. અને ખુબ જ મજા કરે.

તદુપરાંત, શહેરમાં ઠેર ઠેર યોજાતી ન્યુ ઈયર પાર્ટીઓ તો ખરી જ. દરેક શહેરવાસીમાં તમને થર્ટી ફર્સ્ટના રોજ એક નવો જોમ અને જુસ્સો જોવા મળશે. વડોદરાના લોકો ખરેખર ખુબ જ જોશીલા છે. અને ગરબા જ્યારે અત્યંત લોકપ્રિય હોય, ત્યારે બરોડિયન ડી.જે ની તાલે ગરબે ઘુમતા પણ ખચકાતા નથી. અને આ રીતે થાય છે, નવા વર્ષનું આગમન, મારા વ્હાલા વડોદરામાં. આટલી ધાંધલ ધમાલ છતાં, શહેરની શાંતિ ક્યારેય જોખમાઈ નથી, એ ખરેખર નોંધનીય બાબત છે. અને આજ વસ્તુઓ, આપણાને ગર્વ કરાવે છે, આ શહેરના રહેવાસી હોવાની બાબતે.

વડોદરાનું થર્ટી ફર્સ્ટ : પાર્ટી રસિકો માટે જવા યોગ્ય જગ્યાઓ

૧. કબીર ફાર્મ

શહેરના ગોત્રી સેવાસી રોડ ઉપર આવેલું કબીર ફાર્મ યુવાનોમાં નવા વર્ષની ઉજવણી માટેનું એક ઉત્તમ સ્થળ છે. ડી.જે ના તાલે ઝૂમતા યુવાનો, હજારોની સંખ્યામાં ભેગા થાય છે અને નવા વર્ષને આવકારે છે.

૨. પ્રેસિડેન્સી ક્લબ

શહેરના શેરખી ગામે આવેલ પ્રેસિડેન્સી ક્લબ પણ નવા વર્ષની ઉજવણી માટે વડોદરા ભરમાં પ્રખ્યાત છે. મ્યુઝિકલ નાઈટની સાથે મસ્તનું જમવાનું હોય અને જોડે હોય જીગરીજાન મિત્રો, તો પછી બીજું શું જોઈએ?

૩. પોલો કલબ

શહેરની મધ્યમાં આવેલ પોલો કલબ પણ નવા વર્ષને આવકારવા માટેનું એક જાણીતું સ્થળ છે. શહેરમાં હોવાથી તમે પરિવાર સાથે પણ અહીંયા નવા વર્ષનું સ્વાગત કરી શકો છો.

તો મિત્રો, આ હતું વડોદરાનું થર્ટી ફર્સ્ટ. જે પ્રેમપૂર્વક અને સૌહાર્દ સાથે દર વર્ષે ઉજવાય છે. આશા છે, તમને પણ આ લેખ ગમ્યું હશે અને ગમ્યું હશે, વડોદરા નો પ્રેમ.

About the author

Anupam Chaturvedi

Anupam Chaturvedi is a Prolific Writer, an Active Politician, Trainer, Poet, Blogger and a lot more! Always craving to keep learning in life is his main aim. Although being a Mechanical Engineer, his love for machines is endless, but when it comes to writing, nothing can stop him!